રાહુલની સભામાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા.....: ટોહાનામાં ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Image Source: Twitter
Haryana Assembly Elections 2024: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે ટોહાના વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરતા ભાજપ સરકારની ઉપલબ્ધિઓના ખૂબ વખાણ કર્યા અને કોંગ્રેસ પાર્ટીની નીતિઓના તીખી આલોચના કરી હતી. તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેમના નેતૃત્વમાં પાર્ટીએ હંમેશા દેશ હિતના મુદ્દાઓ પર ખોટું વલણ અપનાવ્યું છે. અમિત શાહે કલમ 370 અને પાકિસ્તાન સમર્થક નારાને લઈને કોંગ્રેસને પણ કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
રાહુલ ગાંધીની સભાઓમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવે
અમિત શાહે પોતાના સંબોધનમાં રાહુલ ગાંધી પર વિદેશમાં આપેલા નિવેદનો અને કોંગ્રેસની રેલીઓમાં ઉઠાવવામાં આવતા વિવાદાસ્પદ નારા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની સભાઓમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવામાં આવે છે અને તેઓ તેમને રોકવાનો પ્રયાસ પણ નથી કરતા. રાહુલ બાબા તમે કોને ખુશ કરવા માંગો છો?
કલમ 370 પર કોંગ્રેસની સ્થિતિની આકરી ટીકા કરતા શાહે કહ્યું કે રાહુલ ગાંધી નેશનલ કોન્ફરન્સ સાથે મળીને કાશ્મીરમાં કહે છે કે અમે કલમ 370 પાછા લાવીશું. પરંતુ ભાજપ એ સુનિશ્ચિત કરશે કે ભલે ગમે તે થાય પરંતુ કલમ 370 ક્યારેય પાછી નહીં આવે. શાહે કોંગ્રેસ પર આતંકવાદીઓને મુક્ત કરવાની વાત કરીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખિલવાડ કરવાનો પણ આરોપ લગાવ્યો.
દલિત સમુદાયના મુદ્દાઓ પર પણ કોંગ્રેસની ટીકા
શાહે દલિત સમુદાયના મુદ્દાઓ પર પણ કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે 2005ની ગોહાનાની ઘટનાનો હવાલો આપતાં કહ્યું કે કોંગ્રેસે હંમેશા દલિતો સાથે અન્યાય કર્યો છે. ભાજપ સરકારના વખાણ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એસસી અને ઓબીસી સમુદાયના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ થઈ રહ્યું છે.
#WATCH | Haryana | Addressing a public rally in Tohana, Union Home Minister Amit Shah says, "...Rahul Baba, what are you talking about - you have a history of disrespecting the Sikh community. Thousands of Sikhs were killed on roads during your govt in Delhi riots, even children… pic.twitter.com/bhz0b5CC6n
— ANI (@ANI) September 23, 2024
શાહે પોતાના ભાષણમાં હરિયાણામાં જમીન ફાળવણીનો મુદ્દો ઉઠાવતા આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોની જમીન સસ્તા મોલ અને ધનિક વર્ગને ફાયદો પહોંચાડવા માટે વેચી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે હુડ્ડા સરકારના સમયમાં દલાલોનો દબદબો હતો અને દિલ્હીના જમાઈને ખુશ કરવા માટે હરિયાણાના ખેડૂતોની જમીન વેચી દેવામાં આવી હતી.
પોતાના ભાષણના અંતમાં શાહે હરિયાણાના વિકાસ માટે ભાજપની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે, ભાજપના નેતૃત્વમાં રાજ્યમાં 35 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 30 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ હરિયાણાના વિકાસને નવી દિશા આપશે અને રાજ્યને ભ્રષ્ટાચારથી મુક્ત કરશે.