સંસદના વિશેષ સત્ર વચ્ચે PM મોદીએ બોલાવી કેન્દ્રીય કેબિનેટની બેઠક, મહત્વના નિર્ણયો લેવાઈ શકે

વિકસિત રાષ્ટ્રના સંકલ્પ માટે કાલે સવારે ગૃહના સદસ્યો એકઠા થશે

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
સંસદના વિશેષ સત્ર વચ્ચે PM મોદીએ બોલાવી કેન્દ્રીય કેબિનેટની બેઠક, મહત્વના નિર્ણયો લેવાઈ શકે 1 - image


આજથી સંસદમાં પાંચ દિવસના વિશેષ સત્રની શરૂઆત થઇ છે. સંસદના વિશેષ સત્ર વચ્ચે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સંસદ એનેક્સી બિલ્ડીંગમાં યોજાશે. વડાપ્રધાન મોદીની નેતૃત્વમાં આજે આ બેઠક યોજાશે. જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાય શકે છે. 

વિકસિત રાષ્ટ્રના સંકલ્પ માટે કાલે સવારે ગૃહના સદસ્યો એકઠા થશે 

રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ બંને ગૃહોના સભ્યોને ભારતીય સંસદના સમૃદ્ધ વારસાની ઉજવણી માટે એકઠા થવા આવકાર્ય છે. તમામ સભ્યોએ આવતીકાલે સવારે 11 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં ભેગા થઈને 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવા ભેગા આમંત્રિત કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News