Get The App

સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો, કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવને મળી મંજૂરી

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી

સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાની દરખાસ્તને મંજૂરી અપાઈ

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાયો, કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવને મળી મંજૂરી 1 - image

17 ડિસેમ્બરના રોજ સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે. ત્યારે આ પહેલા કેન્દ્ર સરકારે સુરત શહેરને મોટી ભેટ મળી છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાને મંજૂરી અપાઈ છે. જેનાથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આ નિર્ણયથી સુરતવાસીઓમાં આનંદ છવાયો છે.

મહત્વનું છે કે, સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ-ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે, જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે. ભારતમાં ઝડપથી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે. આર્થિક વૃદ્ધિ વધારવા, વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે. મુસાફરોની અવરજવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે.

સુરતથી દુબઈ અને હોંગકોંગની ફ્લાઈટ થશે શરૂ

મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ જ સુરત એરપોર્ટ પરથી સુરત-દુબઇ-સુરત અને સુરત-હોંગકોંગ-સુરતની બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવા અંગે જાહેરાત થઈ હતી. આ ફ્લાઇટ શરૂ થતાની સાથે જ સુરતની ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. 

સુરત એરપોર્ટનું નામ બદલવાની માંગ

17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવવાના છે. જ્યાં તેઓ સુરત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. ત્યારે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા સુરત એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવા માંગ કરાઈ છે.


Google NewsGoogle News