Get The App

Union Budget 2025: બજેટ પહેલા સોશિયલ મીડિયા પર જબરદસ્ત મીમ્સ થઈ રહ્યા છે વાયરલ

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
Union Budget 2025: બજેટ પહેલા સોશિયલ મીડિયા પર જબરદસ્ત મીમ્સ થઈ રહ્યા છે વાયરલ 1 - image


Union Budget 2025: મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ વખતનું બજેટ સરકાર અને જનતા બંને માટે ખાસ છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે. જનતાને સરકાર પાસે ઘણી અપેક્ષાઓ રહેલી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ કર રાહતની અપેક્ષા રાખીને બેઠો છે અને વેપારી વર્ગ GST માળખા અંગે આશાવાદી છે. હાલમાં બજેટને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ આવી રહ્યા છે. અમે અહીં આવા જ કેટલાક મીમ્સની યાદી આપી રહ્યા છીએ.


બજેટમાં મધ્યમ વર્ગને રાહત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગરીબ અને મધ્યમ વર્ગને આશીર્વાદ આપવા માટે શુક્રવારે ધનની દેવી મા લક્ષ્મીની આરાધના કરી. નવી દિલ્હીમાં સંસદ બહાર પત્રકારો સાથે વાત કરતા મોદીએ કહ્યું, "હું દેવી લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે, તે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર આશીર્વાદ વરસાવે."


પીએમ મોદીના શબ્દોથી એવી અટકળો શરૂ થઈ છે કે, બજેટ 2025 મધ્યમ વર્ગ માટે કર રાહત આપી શકે છે. જેમ આપણે પહેલાથી જ જાણીએ છીએ, બજેટ પર મીમ્સ, જોક્સ અને પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. આ સ્થિતિમાં બજેટની અપેક્ષાઓ અંગે કેટલાક મીમ્સ પણ સામે આવ્યા છે. અહીં અમે આવા જ કેટલાક મીમ્સની યાદી આપી રહ્યા છીએ, જે તમે અહીં જોઈ શકો છો.


આવકવેરા કપાત

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, શનિવારે બજેટ રજૂ કરશે. બ્લૂમબર્ગના મતે એવી અટકળો છે કે સીતારમણ વ્યક્તિગત આવકવેરામાં ઘટાડો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી આ વર્ષના બજેટ સત્રની શરૂઆત કરી હતી. 


Google NewsGoogle News