જો છેડશો તો છોડીશ નહીં...: સંસદમાં કોંગ્રેસ પર ભડક્યા શિવરાજ સિંહ ચૌહાણ
Shivraj Singh Chouhan Attack Congress: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે રાજ્યસભામાં કહ્યું કે, જ્યારે કોંગ્રેસ સરકારની અલગ-અલગ રાજ્યોમાં સત્તા હતી ત્યારે અનેક વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો અને તેમાં અનેક ખેડૂતો માર્યા ગયા હતા. આજે એ જ કોંગ્રેસ અમને ખેડૂતો અંગે સવાલ પૂછી રહી છે.
શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર ખેડૂતોની હત્યાનો આરોપ લગાવ્યો
શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર ખેડૂતોની હત્યાનો આરોપ લગાવતા કહ્યું કે, હું માત્ર વિષય પર જ બોલવા માંગતો હતો પરંતુ હવે જ્યારે તેમણે મને છેડ્યો છે તો હવે છોડીશ નહીં. 1986માં જ્યારે બિહારમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગોળીબારમાં 23 ખેડૂતો માર્યા ગયા હતા. 1988માં દિલ્હીમાં ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં 2 ખેડૂતો માર્યા ગયા હતા. 1988માં મેરઠમાં ખેડૂતો પર કરવામાં આવેલા ગોળીબારમાં 5 ખેડૂતો માર્યા ગયા હતા. 23 ઓગષ્ટ 1995માં હરિયાણામાં કરવામાં આવેલા ગોળીબારમાં 6 ખેડૂતો માર્યા ગયા હતા.