આગામી સપ્તાહે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (યુ.સી.સી.) અમલી કરાશે

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
આગામી સપ્તાહે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (યુ.સી.સી.) અમલી કરાશે 1 - image


- ન્યા.મૂ. (નિવૃત્ત) રૂજના દેસાઈના નેતૃત્વમાં રચાયેલી સમિતિ આગામી થોડા દિવસોમાં જ મુ.મં.ધામીને તેમનો રિપોર્ટ સોંપશે

દહેરાદુન : સમાન નાગરિક સંહિતા (યુનિફોમ સિવિલ કોડ- યુસીસી) અમલી કરનાર ઉત્તરાખંડ દેશનું સૌથી પહેલું રાજ્ય બની રહેશે. સૂત્રો જણાવે છે કે, મુ.મં. પુષ્કરસિંહ ધામી સરકાર, યુસીસી લાગુ કરવાની પૂરી તૈયારી કરી ચૂકી છે.

ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે ન્યાયમૂર્તિ (નિવૃત્ત) રંજના દેસાઈનાં નેતૃત્વમાં રચાયેલી સમિતિ યુસીસી અંગે તેણે તૈયાર કરેલો રિપોર્ટ મુ.મં. ધામીને આગામી થોડા દિવસોમાં જ સોંપશે. મીડીયા રિપોર્ટ જણાવે છે કે દિવાળીના દિવસ પહેલાના દિવસે કે દિવાળી પછીના સપ્તાહે ઉત્તરાખંડ વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવશે. તેમાં આ સમાન નાગરિક સંહિતા વિધેયક પસાર કરાવાની સંભાવના છે.

ન્યા.મૂ. (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈએ કહ્યું હતું કે, મને તે દર્શાવતાં ઘણી જ ખુશી થાય છે કે, ઉત્તરાખંડ માટે સમાન નાગરિક સંહિતાનો ડ્રાફટ સમયસર તૈયાર થઈ શક્યો અને તે ધામી સરકારને સોંપી દઈ શકાયો. નિરીક્ષકો કહે છે કે, ગુજરાતમાં પણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા યુસીસી અમલી કરાશે. આ સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ)માં તમામ ધર્મોના લોકોને માટે લૈંગિક-સમાનતા, પૈતૃક સંપત્તિમાં પુત્રીઓને સમાન હક્ક આપવામાં આવે છે. જો કે યુવતીઓની લગ્નની વયમર્યાદા ૧૮ વર્ષથી વધારી ૨૧ વર્ષની કરવાનું સૂચન કરાયું નથી. યુવતીઓ માટે લગ્ન વય ૧૮ વર્ષની રાખવાનું સ્વીકારાયું છે. તે સંહિતામાં દરેક ધર્મના અનુયાયીઓ માટે, લગ્ન, લગ્ન-વિચ્છેદ, વારસાઈ તથા દત્તક વિધાન ગતિવિધિ એક સમાન રાખવા જણાવ્યું છે. સૌથી મહત્વની વાત લગ્ન સંબંધે છે, જેમાં એક પત્ની હયાત હોય તો બીજી પત્ની કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


Google NewsGoogle News