Get The App

UCC લાગૂ કરનાર દેશનું પહેલું રાજ્ય બની જશે ઉત્તરાખંડ, તૈયારીઓ અંતિમ તબક્કામાં

ઉતરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી ઝડપી બની છે ત્યારે રાજ્ય સરકારને એક-બે દિવસમાં ડ્રાફ્ટ રિપોર્ટ મળવાની આશા

રિપોર્ટ મળતા જ ધામી સરકાર આ બાબતે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને તેને મંજુર કરાવવાનું કામ કરવામાં આવશે

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
UCC લાગૂ કરનાર દેશનું પહેલું રાજ્ય બની જશે ઉત્તરાખંડ, તૈયારીઓ અંતિમ તબક્કામાં 1 - image


Uttrakhand Uniform Civil Code: લોકસભાની ચૂંટણી આવતા જ ઉતરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. અહેવાલો મુજબ રંજના દેસાઈના નેતૃત્વમાં બનેલી સમિતિ દ્વારા આવનાર એક બે દિવસોમાં જ મુખ્યમંત્રીને આ બાબતની રિપોર્ટ સોંપવામાં આવશે. ત્યારબાદ તે દ્રફ્તને મંજુર કરાવવા માટે રાજ્ય સરકાર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે. 

દેશનું પ્રથમ રાજ્ય બનશે ઉતરાખંડ 

ત્યારબાદ આ ડ્રાફ્ટને વિધાનસભામાં રજુ કરવામાં આવશે અને તેને કાયદો બનાવવામાં આવશે. જેના કારણે યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં આવેલું એવું દેશનું પ્રથમ રાજ્ય ઉતરાખંડ બનશે. 

ઉતરાખંડમાં અમલમાં આવશે UCC

ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પુષ્કર ધામીએ જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં ફરીથી ભાજપની સરકાર આવશે તો તેઓ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવવામાં આવશે. ચૂંટણીમાં જીત બાદ, ધામી સરકારે 27 મે 2022ના રોજ જસ્ટીસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી હતી, જેમાં ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, બાદમાં સભ્ય સચિવને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સમિતિનો કાર્યકાળ અત્યાર સુધીમાં ત્રણ વખત લંબાવવામાં આવ્યો છે.

યુનિફોર્મ સિવિલ કોડ બાબતે સરકારની રણનીતિ

ચુંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ચર્ચામાં લાવવામાં આવ્યો છે. જો ઉતરાખંડમાં  આ કાયદો લાગુ પાસે છે તો આવનાર લોકસભા ચુંટણી ભાજપ સરકાર આ કાયદાને તેની ઉપલબ્ધી તરીકે બતાવશે. UCC રિપોર્ટ મળ્યા બાદ, ધામી સરકાર તેને સદનમાં રજૂ કરતા પહેલા કાયદાકીય નિષ્ણાતોનો અભિપ્રાય પણ લઈ શકે છે જેથી તેને અમલમાં લાવતી  વખતે કોઈ મુશ્કેલી ન આવે.

કોમન સિવિલ કોડ આવતા શું થશે ફેરફાર?

કોમન સિવિલ કોડમાં મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવી શકે છે. આ અંતર્ગત હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી અથવા કોઈપણ ધર્મની મહિલાઓને તેમના માતા-પિતાના પરિવાર અને સંપત્તિમાં સમાન અધિકાર મળશે. તે જ સમયે, છોકરીઓની લગ્નની ઉંમર પણ એકવીસ વર્ષ સુધી વધારી શકાય છે.



Google NewsGoogle News