UCC લાગૂ થયા બાદ શું હોય શકે છે જોગવાઈ? જાણો ડ્રાફ્ટ રિપોર્ટની ખાસ વાત

સમાન નાગરિક સંહિતા (UCC) ઉત્તરાખંડમાં લાગુ થવા જઈ રહ્યો છે

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
UCC લાગૂ થયા બાદ શું હોય શકે છે જોગવાઈ? જાણો ડ્રાફ્ટ રિપોર્ટની ખાસ વાત 1 - image
Image  Twitter 

UCC In Uttarakhand :  સમાન નાગરિક સંહિતા (UCC) ઉત્તરાખંડમાં લાગુ થવા જઈ રહ્યો છે. શુક્રવારે નિષ્ણાત સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ અને તેમની ટીમે મુખ્યમંત્રી પુષ્કર ધામીને ડ્રાફ્ટ રિપોર્ટ સોપ્યો છે. હવે આવતી કાલે કેબિનેટ બેઠકમાં યૂસીસી ડ્રાફ્ટ રિપોર્ટને મંજૂરી મળી શકે છે. ત્યાર બાદ 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજુ કરવામાં આવશે. યૂસીસી ડ્રાફ્ટમાં કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે. 

આ છે ડ્રાફ્ટમાં સંભવિત જોગવાઈ

1. દિકરીઓના લગ્ન માટેની ઉંમર વધારવામાં આવશે,એટલે કે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ કરવામાં આવશે. જેથી કરીને લગ્ન પહેલા તે ગ્રેજ્યુએટ થઈ શકે. 

2. લગ્નની નોંધણી ફરજીયાત થશે, નોંધણી વગર કોઈ પણ સરકારી સુવિધાનો લાભ મળશે નહીં. ગ્રામ લેવલે લગ્ન નોંધણી માટેની સુવિધા હશે. 

3. છુટાછેડા બાબતે પતિ- પત્ની બંન્નેનો હક સરખો રહેશે. છુટાછેડા માટે પતિ માટે જે આધાર લાગુ થશે, તે જ પત્ની માટે લાગુ થશે. જો કે, પ્રસનલ લૉ  હેઠળ પતિ-પત્નીના છૂટાછેડા માટે અલગ અલગ આધાર છે.

4. બહુપત્નીત્વ અથવા વધારે લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 

5. વારસાઈ મિલકતમાં છોકરીઓને છોકરાઓની જેમ સમાન હિસ્સો મળશે. હાલના કાયદા મુજબ છોકરાનો હિસ્સો છોકરી કરતાં વધુ છે.

6. નોકરી કરતાં દિકરાના મૃત્યુ પર પત્નીને મળતાં વળતરમાંથી વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી રહેશે. જો છોકરી ફરી બીજા લગ્ન કરે છે, તેવા કિસ્સામાં પતિના  મૃત્યુ પર મળેલા વળતરમાં તેના માતાપિતાનો પણ હિસ્સો હશે.

7. ભરણપોષણ : જો પત્નીનું મૃત્યુ થાય અને તેના માતા-પિતાનો કોઈ સહારો ન હોય, તો તેમના ભરણપોષણની જવાબદારી પતિની રહેશે. 

8. દત્તક : દરેક વ્યક્તિને દત્તક લેવાનો અધિકાર મળશે. હવે મુસ્લિમ મહિલાઓને પણ દત્તક લેવાનો અધિકાર પ્રાપ્ત થશે, દત્તક લેવાની પ્રક્રિયા પણ હવે સરળ કરવામાં આવશે.

9. હલાલા અને ઇદ્દત પર પ્રતિબંધ થશે.

10. લિવ ઇન રિલેશનશિપ વિશે ઘોષણા કરવી ફરજીયાત થશે. આ એક સેલ્ફ ડેક્લેરેશન જેવું હશે. જેનો એક વૈધાનિક ફોર્મેટ લાગુ થઈ શકે છે.

11.  વાલીપણું- બાળક અનાથ થવાની સ્થિતિમાં વાલીપણાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે.

12.  પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં તેમના બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપી શકાશે.

13.  જનસંખ્યા નિયંત્રણ કાયદો હજુ સુધી સામેલ કરવામાં આવ્યો નથી. 



Google NewsGoogle News