27 જાન્યુ. સોમવારથી ઉત્તરાખંડમાં ''સમાન નાગરિક ધારો'' અમલી
- યુ.સી.સી. અમલી કરનાર રાષ્ટ્રનું પહેલુ રાજય
- યુ.સી.સી. : લગ્ન, વિચ્છેદ, વારસાઈ, ''લિવ ઈન રિલેશનશિપ'' વ. તમામને આવરી લેશે : બહુ પત્નીત્વ અને ''હવાલા'' પણ આ કાનુનથી દુર થાય છે
દહેરાદૂન : પ્રજાસત્તાક દિનના બીજા દિવસે સોમવાર તા. ૨૭ જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં ખંડમાં સમાન નાગરિક ધારો અમલી બન્યો છે. આ રીતે ''સમાન નાગરિક ધારો'' (યુનિફોર્મ સિવિલસ કોડ) અમલી કરનાર ઉત્તરાખંડ દેશનું સર્વપ્રથમ રાજય બની રહ્યું છે.
રાજયના મુખ્યમંત્રી પ્રકાશસિંહ ધામીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ કાનુનના અમલ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લીધી છે. તે સાથે તે કાનુનનો અમલ કરાવનાર અધિકારીઓને પણ પુરતી તાલીમ અપાઈ ગઈ છે. આ કાયદાના અમલથી સમાજમાં એકરૂપતા પણ લાવવામાં આવશે, સાથે તમામ નાગરિકોને સમાન અધિકારો અને ઉત્તદાયિત્વ (જવાબદારી) મળશે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું. આ દ્વારા વડાપ્રધાને દેશમાં આરંભેલા ''યદી''માં રાજય સહભાગી બન્યું છે. આ ''યદી'' છે, દેશને સુવિકસિત, સુવ્યવસ્થિત, સંવાદી અને આત્મનિર્ભર કરવાનો.
તેઓએ વધુમાં કહ્યું કે અમારા પક્ષે (ભારતીય જનતા પક્ષે) ૨૦૨૨માં વિધાન સભાની ચુંટણી સમયે આપેલું વચન પાળી બતાવ્યું છે, જે ૨૦૨૦માં રાજયની રચના થઈ ત્યારથી કોઈ કરી શક્યું નથી. ઉત્તરાખંડની કેબિનેટે માર્ચ ૨૦૨૦માં, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વ નીચે ૨૭મે, ૨૦૨૫ ના દિવસે યુ.સી.સી. અંગે મુસદ્દો ઘડી કાઢવા એક સમિતિ રચી હતી. તે સમિતિએ દોઢ વર્ષ સુધી રાજયના તમામ વિવિધ સીટના નાગરિકોની મુલાકાતો લઈ એક સર્વગ્રાહી રીપોર્ટ ફેબુ્ર.૨, ૨૦૨૪માં દિને રજૂ કર્યો હતો. તે પછી માત્ર થોડા જ દિવસે ઉત્તરાખંડ વિધાન સમાન-નાગરિક-ધારા અંગે અંગે વિધેયક પચાર કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બે વર્ષ પછી માર્ચ ૨૦૨૪માં તે વિધેયકને સ્વીકૃતિ આપી હતી.
આ સાથે રાજયના પૂર્વ મુખ્ય સચિવ શત્રુગ્નસિંહના નેતૃત્વ નીચે એક અન્ય સમિતિ પણ રચવામાં આવી હતી. જેને ધારાના અમલ માટેના નિયમો અને ''નિયમનો '' ઘડી કાઢવા જણાવ્યું હતું. એ સમિતિએ ગત વર્ષે તેનો રીપોર્ટ રાજય સરકારને સોંપ્યો હતો.
આ પછી તાજેતરમાં જ સ્ટેટ-કેબિનેટ આ કાનુનના અમલના પ્રારંભ માટે તારીખ નક્કી કરવા સર્વસત્તા સોંપી હતી. જેથી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જાન્યુ. ૨૭ દેશના ૭૬મા પ્રજાસત્તાક દિનના બીજા દિવસથી આ કાનુનનો રાજયમાં અમલ કરવા નક્કી કર્યું.
આ સમાન નાગરિકો ધારો, લગ્ન, લગ્ન-વિચ્છેદ, વારસાઈ અને ''લિવ ઈન રીલેશનશિપ''ને પણ અવરી લે છે. સાથે યુવક યુતવીની લગ્ન વય, લગ્ન વિચ્છેદ માટેના નક્કર આધારો તેમજ તે માટેની તમામ ગતિવિધિઓને આવરી લે છે. જે તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે છે. આ કાનુનથી બહુપત્નીત્વ પ્રતિબંધિત છે તેમજ ''હવાલા'' પણ પ્રતિબંધિત કરે છે.
દૂન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સુરેખા ડાંગવાલે પત્રકારોને કહ્યું હતું કે તેમાં ''લિવ ઈન રીલેશનશીપ'' આવરી લેવાઈ છે, તે ખણું મહત્વનું પાસું છે. તેથી તમામ ધર્મના લોકો સમાન સ્તરે આવી જાય છે. આ સાથે લગ્ન કે ''લિવ ઈન રીલેશનશીપ''પણ સરકારમાં રજિસ્ટર કરાવવું તે ફરજિયાત કરી સરકારે બહુ મહત્વનું પગલું ભર્યું છે.
કાનુનનું અન્ય મહત્વનું પાસું તે છે કે તે તમામ બાળકોને કાયદેસરના જ ગણે છે. આ કાનુનથી ''ગેર કાયદે બાળકો'' તેવો શબ્દ પ્રયોગ જ દૂર થઈ ગયો છે. તેમ પણ દૂન યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર સુરેખા ડાંગવાલે પત્રકારોને જણાવ્યું હતું.
વારસાઈ સંબંધે સ્પષ્ટતા કરતા સુરેશના ડાંગવાલેએ જણાવ્યું હતું કે કોઈ ભૂદળનો સૈનિક એરફોર્સના કર્મચારી કે નૌકાદળનો કર્મચારી ''પ્રિવેલજડ વિલ'' બનાવી શકે છે. તેટલી આ કાયદામાં છુટછાટ રખાઈ છે.