Get The App

દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન

Updated: Mar 20th, 2025

GS TEAM


Google News
Google News
દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન 1 - image


Unified Pension Scheme : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી રાહત આપતાં સત્તાવાર યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS)ની જાહેરાત કર્યા બાદ હવે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ આજે (20 માર્ચ) UPSનો અમલ કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. PFRDAએ કહ્યું છે કે, ‘યુપીએસ સંબંધી નિયમને પહેલી એપ્રિલ-2025થી લાગુ કરી દેવામાં આવશે.’ આ યોજના હેઠળ નિવૃત્તિ થનારા સરકારી કર્મચારીઓને 12 મહિના પેહલા ખાતરીપૂર્વકનું પેન્શન આપવા માટે એવરેજ બેઝિક પેની 50 ટકા રકમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. PFRDA તરફથી આ નોટિફિકેશન રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે 24 જાન્યુઆરી, 2025ના રોજ સરકાર દ્વારા જારી કરાયેલ UPS સૂચના સાથે સુસંગત છે.

1 એપ્રિલથી લાગુ થશે યુપીએસ

સરકાર દ્વારા જારી યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેર નોટિફિકેશન અનુસાર, યુપીએસ 1 એપ્રિલથી લાગુ થશે. કેન્દ્ર સરકારે ગતવર્ષે ઓગસ્ટ, 2024માં ઓલ્ડ પેન્શન સ્કીમ અને નેશનલ પેન્શન સ્કીમ વચ્ચે સંતુલન સ્થાપિત કરતાં યુપીએસ લોન્ચ કરી હતી. જે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ બાદ ગેરેન્ટેડ પેન્શન પ્રદાન કરે છે. જેમાં નાણાકીય સુરક્ષા વધશે.

દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન 2 - image

દેશના 23 લાખ સરકારી કર્મચારીઓને ભેટ, 1 એપ્રિલથી લાગુ થશે UPS, PFRDAએ જારી કર્યું નોટિફિકેશન 3 - image

આ કર્મચારીઓને મળશે લાભ

એનપીએસ હેઠળ આવરી લેવા કેન્દ્રીય કર્મચારીઓ માટે 25 જાન્યુઆરી, 2025ના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. જેમાં એનપીએસ હેઠળના તમામ સરકારી કર્મચારીઓને યુપીએસ વિકલ્પ પસંદ કરવાની તક મળે છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, યુપીએસ પસંદ કરનારા લોકોને અન્ય પોલિસીના લાભો, નાણાકીય લાભો મળશે નહીં.

આ પણ વાંચો : પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા

23 લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો

નોટિફિકેશન મુજબ, ફુલ એશ્યોર્ડ પેમેન્ટનો દર 25 વર્ષની લઘુત્તમ લાયકાત સેવાને આધિન નિવૃત્તિ પહેલાના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50% હશે. આ નિર્ણયથી 23 લાખ સરકારી કર્મચારીઓને UPS અને NPS વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ મળશે. એટલે કે કેન્દ્ર સરકાર હેઠળ કામ કરતા 23 લાખ કર્મચારીઓને આ યોજનાનો સીધો લાભ મળશે.

યુપીએસની વિશેષતાઓ

કેન્દ્રના 23 લાખ કર્મચારીઓને યુપીએસનો લાભ મળશે. જેમાં કર્મચારીઓને તેમના 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50 ટકા હિસ્સો રિટાયરમેન્ટ બાદ આજીવન મળશે. આ સેવાનો લાભ લેવા કર્મચારીએ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી સેવા આપેલી હોવી જરૂરી છે. વધુમાં સમયાંતરે પેન્શનમાં મોંઘવારી રાહતનો લાભ પણ ઉમેરવામાં આવશે. વધુમાં કર્મચારીના મોત બાદ પરિવારના એક સભ્યને કર્મચારીના પેન્શનના 60 ટકા હિસ્સો મળશે. વધુમાં જે કર્મચારીએ માત્ર 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી સેવા આપી હોય તેને ઓછામાં ઓછુ મહિને રૂ. 10000 સુધીનું પેન્શન મળશે.

આ પણ વાંચો : બેટિંગ એપ કેસમાં ફસાયા ‘બાહુબલી’ના ભલ્લાલ દેવ અને પ્રકાશ રાજ, 25 સેલિબ્રિટી સામે FIR

Tags :