Get The App

દિલ્હીમાં ફરી ફાયરિંગ, તાપણું કરતાં બોડી બિલ્ડરને મિત્રો સામે જ ધડાધડ 5 ગોળીઓ ધરબી

Updated: Dec 12th, 2024


Google News
Google News
દિલ્હીમાં ફરી ફાયરિંગ, તાપણું કરતાં બોડી બિલ્ડરને મિત્રો સામે જ ધડાધડ 5 ગોળીઓ ધરબી 1 - image


Delhi Crime: દિલ્હીના કલ્યાણ પુરી વિસ્તારમાં ફાયરિંગ ઘટના સામે આવી. મળતી માહિતી અનુસાર, પાર્કમાં તાપણું કરીને કેટલાક મિત્રો સાથે બેઠા હતા. આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેણે એક યુવકને ગોળી મારી દીધી. આ ઘટના બુધવારે રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ બની હતી. ગોળી વાગ્યા બાદ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકને 5 ગોળીઓ વાગી હતી.

આ પણ વાંચો: યુપીના ગામમાં 70 મુસ્લિમ પરિવારોની પાંડે, દુબે, ઠાકુર, પટેલ જેવી અટક! એકતાનું પ્રતીક બન્યું


ઈજાગ્રસ્ત યુવકની ઓળખ રવિ તરીકે થઈ છે, જે ત્રિલોકપુરીનો રહેવાસી છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી કરીને બદમાશોની ઓળખ થઈ શકે. નોંધનીય છે કે, ઈજાગ્રસ્ત યુવક રવિ બોડી બિલ્ડિંગનો શોખીન છે, જેમાં તેણે ઘણાં એવોર્ડ જીત્યા છે.

દિલ્હીમાં હત્યાની ઘટના વધી

અગાઉ 10મી ડિસેમ્બરે દિલ્હીના ન્યૂ અશોક નગરમાં એક વ્યક્તિએ અવૈધ સંબંધોની શંકામાં તેના પાડોશીની ચાકુ મારીને હત્યા કરી હતી. આરોપીને શંકા છે કે પીડિતાના તેની પત્ની સાથે અનૈતિક સંબંધ છે. આ ઘટના સોમવારે રાત્રે બની હતી. મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના રહેવાસી રામ (33) તરીકે થઈ છે.

દિલ્હીમાં ફરી ફાયરિંગ, તાપણું કરતાં બોડી બિલ્ડરને મિત્રો સામે જ ધડાધડ 5 ગોળીઓ ધરબી 2 - image

Tags :
crimeDelhifiring

Google News
Google News