Get The App

UNESCOને સમજાયું ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્ત્વ, મેમરી ઑફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
UNESCOને સમજાયું ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્ત્વ, મેમરી ઑફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ 1 - image


Bhagavad Gita, Natyashastra added to UNESCO Memory of the World Register: UNESCOએ પોતાની મેમરી ઑફ વર્લ્ડ રજિસ્ટરમાં શ્રીમદ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને સામેલ કર્યું છે. ભારતના અત્યંત પ્રાચીન ગ્રંથોને આ બહુમાન મળવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે આ બહુમાન અંગે જાણકારી આપતાં તેને ભારતની સભ્યતાના વારસાની ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, 'શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર હવે યુનેસ્કોના મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં અંકિત થયા છે. આ વૈશ્વિક સન્માન ભારતના શાશ્વત બુદ્ધિમાન અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે. આ કાલાતીત કૃતિઓ સાહિત્યિક ખજાના કરતાં વિશેષ છે. તે દાર્શનિક અને સૌંદર્યનો પાયો છે ભારતના વિશ્વ પ્રત્યેના દૃષ્ટિકોણને આકાર આપે છે. તે આપણને વિચાર, અનુભવ, જીવન જીવવા અને વ્યક્ત કરવાની રીતો સૂચવે છે.'



વડાપ્રધાને શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન મોદીએ પણ X પર ટ્વિટ કર્યું હતું કે, 'યુનેસ્કોના મેમરી ઑફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ એ આપણા કાલાતીત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપી રહી છે.'

આ પણ વાંચોઃ ફિલ્મી દુનિયા નહીં છોડે અનુરાગ કશ્યપ, અફવાઓ પર કહ્યું- હું શાહરુખ ખાન કરતાં પણ વ્યસ્ત છું

શું છે મેમરી ઑફ વર્લ્ડ રજિસ્ટર

મેમરી ઑફ વર્લ્ડ રજિસ્ટરમાં વિશ્વ માટે ઉપયોગી અને વૈશ્વિક સ્તરે ડૉક્યુમેન્ટ્સને સામેલ કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ એડવાઇઝરી કમિટીની ભલામણ બાદ તેને ડૉક્યુમેન્ટમાં સામેલ કરવા સ્થાન મળ્યું છે. આ ડૉક્યુમેન્ટની સાચવણી માટે સુરક્ષા પણ પ્રદાન કરે છે. મે, 2023 સુધી 494 અભિલેખોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.

ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં સંગીતની વિદ્યાઓની સાથે સાહિત્યની અનેક વિદ્યાઓને સૂક્ષ્મરૂપે દર્શાવવામાં આવી છે. જેમાં સંગીત, નૃત્ય, કવિતા, નાટક અને સૌંદર્યશાસ્ત્રની અન્ય વિદ્યાઓ સામેલ છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રથી જ આધુનિક સમયમાં અનેક વાદ્યયંત્રોની માહિતી મળી હતી. તેમજ શ્રીમદ ભગવદ્ ગીતા સનાતન ધર્મનો અત્યંત પ્રાચીન પવિત્ર ગ્રંથ છે.

UNESCOને સમજાયું ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્રનું મહત્ત્વ, મેમરી ઑફ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ 2 - image

Tags :