યુનેસ્કોએ કોઝિકોડને ભારતનું પ્રથમ 'સિટી ઓફ લિટરેચર' જાહેર કર્યું, કોલકાતાને પછાડી મેળવી સિદ્ધી
Image: Wikipedia
City of Literature: સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત કેરળના કોઝિકોડને યુનેસ્કોએ રવિવારે સત્તાવાર રીતે ભારતની પહેલી સિટી ઓફ લિટરેચર જાહેર કર્યું. ઓક્ટોબર 2023માં કોઝિકોડે યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (યુસીસીએન) ની સાહિત્ય શ્રેણીમાં સ્થાન બનાવ્યું હતું.
રાજ્યના મંત્રી એમબી રાજેશે રવિવારે સત્તાવાર કાર્યક્રમમાં કોઝિકોડની સિદ્ધિની જાહેરાત કરી. મંત્રીએ કહ્યું કે કોઝિકોડને કોલકાતા જેવા સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસ ધરાવતાં શહેરોને પછાડીને યુનેસ્કો પાસેથી 'સિટી ઓફ લિટરેચર'ની સિદ્ધિ મેળવી છે.
મધ્ય પ્રદેશના ગ્વાલિયરે સંગીત શ્રેણીમાં પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન બનાવ્યું
કોઝિકોડમાં 500થી વધુ પુસ્તકાલય છે. આ ઘણા દાયકાથી પ્રસિદ્ધ મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરની સાહિત્યિક પ્રવૃતિઓનું કેન્દ્ર રહ્યું છે. ભારતથી ગ્વાલિયર અને કોઝિકોડ તે 55 નવા શહેરોમાંથી છે જે યૂસીસીએનમાં સામેલ થયાં છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરે સંગીત શ્રેણીમાં પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન બનાવ્યું, ત્યાં કોઝિકોડે સાહિત્યશ્રેણીમાં સ્થાન બનાવ્યું.
વિશ્વના જે અન્ય શહેરોને યુનેસ્કોથી ટેગ મળ્યો છે, તેમાં શિલ્પ અને લોક કલા શ્રેણીમાં બુખારા, મીડિયા આર્ટ્સ શ્રેણીમાં કૈસાબ્લાંકા, ડિઝાઈન શ્રેણીમાં ચોંગ્કિંગ, ફિલ્મ શ્રેણીમાં કાઠમંડુ સામેલ છે.