Get The App

બેરોજગારી ઘટ્યાનો નેશનલ સેમ્પલ સર્વેમાં દાવો, નોકરીઓ માટે લાઈનો લાગે છે ત્યારે સરકારી આંકડાથી આશ્ચર્ય

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
Unemployment Rates


Unemployment in India: દેશમાં બેરોજગારીની સમસ્યાથી ઘણા યુવાનો ત્રસ્ત હોવાના અનેક કિસ્સા જોવા મળે છે. તાજેતરમાં જ નજીવી સંખ્યામાં ભરતી પ્રક્રિયામાં હજારો યુવાનો ઉમટી પડ્યા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા, જેમાં એમબીએ-ગ્રેજ્યુએટ થયેલા યુવાનો નજીવુ કામ કરવા તૈયાર છે. જો કે, બીજી તરફ સરકારી આંકડાઓ કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યા છે. હાલમાં નેશનલ સેમ્પલ સર્વે દ્વારા જારી રિપોર્ટમાં બેરોજગારીનો દર સ્થિર થયો હોવાનું જાણવા મળ્યું છે.

સ્ત્રીઓમાં બેરોજગારી વધી

લેબર ફોર્સ સર્વે (Labour Force Survey) રિપોર્ટ અનુસાર, જુલાઈ-23થી જૂન-24 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર 3.2 ટકા નોંધાયો હતો. જે અગાઉના વર્ષે 3.1 ટકા હતો. આ રિપોર્ટમાં 15 વર્ષથી વધુ વયના લોકો સામેલ છે. સ્ત્રીઓમાં બેરોજગારીનો દર ગતવર્ષે 2.9 ટકાથી વધી આ વર્ષે 3.2 ટકા નોંધાયો છે. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જુલાઈ-23થી જૂન-24માં 60. ટકા હતો. જે ગતવર્ષના 57.9 ટકા કરતાં વધુ છે. પુરૂષોમાં આ રેટ 78.8 ટકા અને સ્ત્રીઓમાં 41.7 ટકા નોંધાયો હતો.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ એરપોર્ટ પર 2200 હેન્ડીમેનની ભરતી સામે 25 હજાર ઉમેદવાર ઉમટ્યા, નાસભાગ સર્જાઈ

બેરોજગારીનું ઉદાહરણ

થોડા સમય પહેલાં જ ગુજરાતના અંક્લેશ્વરમાં હોટલમાં ભરતી પ્રક્રિયા દરમિયાન યુવાનોના ટોળે-ટોળા ઉભરાયા હતા. જેમાં નાસભાગ થતાં હોટલની રેલિંગ જ તોડી કાઢવામાં આવી હતી. બીજી તરફ હરિયાણામાં નગર સેવક (સફાઈ કામદાર)ની ભરતી જાહેર થતાં જ લાખો યુવાનોએ અરજી કરી હતી. આ યુવાનો ગ્રેજ્યુએટ, એમબીએ, બીસીએ, બીએસસી જેવી ડિગ્રી પણ ધરાવતા હતાં. જે દર્શાવે છે કે, યુવાનોને તેમની લાયકાતના ધોરણે કામ મળી રહ્યુ ન હોવાથી તેઓ કઈપણ કામ કરવા તૈયાર છે. મુુંબઈ એરપોર્ટ પર પણ સફાઈ કામદાર અને દેખરેખ રાખનારાની ભરતી સમયે હજારોની સંખ્યામાં અરજદારો પહોંચતા નાસભાગ મચી હતી.

આ પણ વાંચોઃ ડિગ્રીવાળા હવે કરશે ઝાડૂ-પોતા! 15000 પગારવાળી સફાઈ કામદારની સરકારી ભરતી માટે પડાપડી

એલએફપીઆર વધ્યો

દેશની કુલ વસ્તીમાં એલએફપીઆર (લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ) કામ કરવા લાયક લોકોને આવરી લે છે. 15 વર્ષથી વધુ વયની સ્ત્રીઓ માટે એલએફપીઆર જુલાઈ-22થી જૂન-23માં 37 ટકાથી વધી જુલાઈ-23થી જૂન-24માં 41.7 ટકા થયો છે. જ્યારે પુરૂષોમાં આ રેટ 78.5 ટકાથી વધી 78.8 ટકા થયો છે. જુલાઈ, 2023થી જૂન, 2024 દરમિયાન વર્કર પોપ્યુલેશન રેશિયો 58.2 ટકા હતો, જે એક વર્ષ પહેલાં 56.0 ટકા હતો. આ આંકડો પુરુષોમાં 76.3 ટકા અને સ્ત્રીઓમાં 40.3 ટકા હતો. WPR ડેટા કુલ વસ્તીમાંથી કામ કરી રહેલા લોકોની ગણતરી કરે છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે એપ્રિલ 2017માં પિરિયોડિક લેબર ફોર્સ સર્વે શરૂ કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં રોજગાર અને બેરોજગારીની સ્થિતિ દર્શાવવાનો છે.

આ પણ વાંચોઃ બેરોજગારીની વરવી વાસ્તવિકતા, અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોની પડાપડી

બેરોજગારી ઘટ્યાનો નેશનલ સેમ્પલ સર્વેમાં દાવો, નોકરીઓ માટે લાઈનો લાગે છે ત્યારે સરકારી આંકડાથી આશ્ચર્ય 2 - image


Google NewsGoogle News