ડિસેમ્બર કવાર્ટરમાં બેકારીનો દર ઘટીને ૬.૪ ટકા ઃ સર્વે
ગત નાણાકીય વર્ષ (૨૦૨૩-૨૪)ના ડિસેમ્બર કવાર્ટરમાં બેકારીનો દર ૬.૫ ટકા હતો
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
શહેરી વિસ્તારોમાં ૧૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે
બેકારીનો દર ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં ઘટીને ૬.૪ ટકા રહ્યો છે તેમ નેશનલ સેમ્પલ
સર્વે ઓર્ગેનાઇઝેશન (એનએસએસઓ)ના સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
બેકારીના દરને શ્રમ બળમાં બેકાર લોકોના ટકાના સ્વરૃપમાં
પરિભાષિત કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષ (૨૦૨૩-૨૪)ના ડિસેમ્બર કવાર્ટરમાં
બેકારીનો દર ૬.૫ ટકા હતો. જો કે ક્રમિક રીતે ગયા કવાર્ટર સાથે સરખામણી કરવા પર આ
દર સ્થિર રહ્યો છે.
૨૫મા પિરિયોડિકલ લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) અનુસાર ચાલુ
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના જુલાઇ-સપ્ટેમ્બર કવાર્ટરમાં શહેરી ક્ષેત્રોમાં ૧૫ વર્ષ અને
તેનાથી વધુ ઉંમરવાળા લોકો માટે બેકારીનો દર ૬.૪ ટકાના સ્તરે રહ્યો હતો.
શહેરી વિસ્તારોમાંે ૧૫ વર્ષ અને તેનાથી વધુ ઉંમરવાળી
મહિલાઓમાં બેકારીનો દર ઓક્ટોબર-ડિસેમ્બર,
૨૦૨૪માં ઘટીને ૮.૧ ટકા રહ્યો છે. જે એક વર્ષ પહેલા આ જ કવાર્ટરમાં ૮.૬ ટકા
હતો. જુલાઇ-સપ્ટેમ્બર, ૨૦૨૪માં
આ દર ૮.૪ ટકા હતો.
પુરુષોની બાબતમાં શહેરી વિસ્તારોમાં બેકારીનો દર ઓક્ટોબર-ડિસેમ્બર, ૨૦૨૪માં વાર્ષિક
આધારે ૫.૮ ટકાએ સ્થિર રહ્યો હતો. જુલાઇ-સપ્ટેમ્બર, ૨૦૨૪માં આ દર ૫.૭ ટકા હતો.
શહેરી વિસ્તારોમાં વર્તમાન સાપ્તાહિક સ્થિતિમાં શ્રમ બળ
ભાગીદારી દર ઓક્ટોબર-ડિસેમ્બરમાં વધીને ૫૦.૪ ટકા હતો જે એક વર્ષ પહેલા આ જ
કવાર્ટરમાં ૪૯.૯ ટકા હતો. જુલાઇ-સપ્ટેમ્બર,
૨૦૨૪માં આ દર ૫૦.૪ ટકા હતો.