વંચિત મુસ્લિમોને વકફ બોર્ડ બિલથી ફાયદો થશે : મૌલાના કાસમિનો દાવો
- સરકારના ઇરાદા પર સવાલ ના ઉઠાવવો જોઇએ
- મુસ્લિમો બિલનો વિરોધ કરતા પહેલા તેનો યોગ્ય રીતે અભ્યાસ કરે તે જરૂરી છે
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર વકફ બોર્ડ (સંશોધન) બિલ લઇને આવી છે. જેનો વિરોધ અને સમર્થન બન્ને જોવા મળી રહ્યા છે. આ બિલ પર ચર્ચા કરવા એક બેઠક દિલ્હીમાં યોજાઇ હતી જેમાં સામેલ થનારા ધર્મ પ્રચારક મૌલાના મોહમ્મદ કાસમિને કહ્યું હતું કે સરકારના ઇરાદા પર શંકા ના થવી જોઇએ.
સાથે તેમણે મોદીના વખાણ પણ કર્યા હતા, તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તમામ વંચિત સમાજ માટે નરેન્દ્ર મોદી નિર્ણયો લઇ રહ્યા છે અને તેની તકેદારી રાખી રહ્યા છે કે કોઇ પણ વંચિત સમાજના લોકો વિકાસમાં પાછળ ના રહી જાય. અને તેથી વકફ બોર્ડમાં જે પણ સુધારા કરવામાં આવી રહ્યા છે તેનું અમે સમર્થન કરીએ છીએ.
સાથે મૌલાનાએ કહ્યું હતું કે વકફ સંપત્તિઓ પાછળ રહી ગયેલા મુસ્લિમો માટે છે, જોકે છેલ્લા ૭૦ વર્ષથી રાજકીય પક્ષો અને કેટલાક મુસ્લિમ નેતાઓએ વકફને લઇને કેટલુક ખોટુ કર્યું છે. આ બિલનો પહેલા અભ્યાસ કરવો જોઇએ, અમે તમામ મુસ્લિમોને વિનંતી કરીએ છીએ કે તેઓ આ બિલનો વિરોધ ના કરે. કોઇ પણ સવાલ ઉઠાવતા પહેલા આ બિલમાં શું છે તેનો અભ્યાસ કરો.