સેક્સ પિલ ખાઈને 7 કલાક સહવાસ માણતાં સગીર પ્રેમિકાનું મોત, ઉત્તરપ્રદેશની ચોંકાવનારી ઘટના
Shocking incident from Uttar Pradesh : કિશોરાવસ્થામાં સર્જાતી વિજાતીય આકર્ષણની અજ્ઞાનતા ક્યારેક ભયાનક પરિણામ સુધી પણ લઈ જતી હોય છે. વ્યક્તિ દ્વારા કરવામાં આવતી ભૂલ તેના જીવનને બરબાદ કરી શકે છે. યુવાનીના ઉત્સાહ અને ઉન્માદમાં વ્યક્તિને સમજાતું નથી પણ જ્યારે ભયાનક પરિણામ મળે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. યુપીમાં તાજેતરમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમિકાએ જીવ ગુમાવ્યો અને પ્રેમીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.
કાનપુરના એક ગામમાં એક કિશોરી પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેને બાજુના ગામમાં શાળાએ અભ્યાસ કરવા જવા દરમિયાન એક યુવક સાથે મનમેળ સધાઈ ગયો હતો. યુવક બાજુના ગામનો જ રહેવાસી હતો અને તેનાથી મોટી ઉંમરનો હતો. બંને વચ્ચે પ્રેમ વિકસવા લાગ્યો હતો. ઘણી વખત છોકરી શાળાએ વહેલી જતી અને પેલા યુવક સાથે પાસેના તળાવે જઈને બેસતી. આ સિવાય ફોન ઉપર એકબીજા સાથે વાતો કરતાં હતા. વોટ્સએપ ઉપર મેસેજની આપલે ચાલતી હતી.
આ પણ વાંચો: ભરૂચમાં બળાત્કારના આરોપીને જામીન, બહાર આવીને 71 વર્ષની વૃદ્ધા સાથે બીજી વાર દુષ્કર્મ
...અને બંનેને તક મળી
સમય જતો હતો અને બંને એકબીજાની ખૂબ જ નજીક આવતા ગયા હતા. ઘણી વખત છોકરો રાતના અંધકારનો લાભ લઈને છોકરીને મળવા આવતો હતો અને ક્યારેક ક્યારેક ભેટ લાવતો હતો. તેમનો પ્રેમનો રંગ ચડતો જતો હતો અને દિવસો પસાર થતા હતા. થોડા સમય પહેલાં છોકરીના પરિવારને એક સામાજિક પ્રસંગે તેમના કુટુંબીને ત્યાં જવાનું થયું. છોકરીએ પરિવાર સાથે જવાની મનાઈ કરી દીધી. પરિવાર તેને ઘરે એકલી રાખીને સામાજિક પ્રસંગમાં ભાગ લેવા નીકળી ગયો.
બીજી તરફ છોકરીએ પોતે ઘરે હોવાની વાત પોતાના પ્રેમીને કરી દીધી હતી. બંનેએ આખી રાત સાથે પસાર કરવાની યોજના બનાવી હતી. બંને માટે મુશ્કેલી એક જ હતી કે, છોકરીના કાકા બાજુના જ મકાનમાં રહેતા હતા. છોકરીના કાકાની નાની દીકરી આ છોકરી સાથે રાત્રે ઊંઘવા માટે આવી. બંને આજુબાજુના ખાટલામાં ઊંઘતા હતા. લગભગ રાતના દસ વાગ્યા અને નાની છોકરી ઘસઘસાટ ઊંધી ગઈ ત્યારે છોકરીના પ્રેમીએ ઘરમાં પ્રવેશ કર્યો. છોકરીએ ધીમે રહીને તેની પિતરાઈ બહેનનો ખાટલો રસોડા પાસે સરકાવી દીધો.
આ પણ વાંચો: અમદાવાદ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કબજામાં મારી પુત્રી, તેને રોજ ડ્રગ્સ અપાય છે, પિતાનો સનસનીખેજ આરોપ
દવાની અસરથી ભાન ન રહ્યું
છોકરી અને તેનો યુવાન પ્રેમની એકબીજા સાથે પ્રણયના ફાગ ખેલવા લાગ્યા. પરિસ્થિતિ એવી થઈ કે, તે દિવસે હાડ થીજાવતી ઠંડી હતી. આ બંને જણા એકબીજા સાથે મુક્ત મને સહવાસ માણવા લાગ્યા. યુવાન પોતાની સાથે કેટલીક દવાઓ લાવ્યો હતો અને તેણે દવા પોતે પણ ખાધી અને યુવતીને પણ ખવડાવી. આ દવાની અસર અને તેના ઉન્માદમાં બંને કલાકો સુધી એકબીજા સાથે સહવાસ માણતા રહ્યા. સાત કલાક સુધી એકબીજા સાથે સહવાસ માણવા દરમિયાન યુવતીનું શરીર ઠંડીમાં જકડાવા લાગ્યું. યુવકને ભાન રહ્યું નહીં અને દવાની અસર હેઠળ તે સહવાસ માણતો જ રહ્યો.
આ દરમિયાન યુવતીનું શરીર ઠંડુ પડવા લાગ્યું હતું. હાડ થીજાવતી ઠંડીમાં સાત-આઠ કલાક નિર્વસ્ત્ર રહેવાના કારણે છોકરીનું મોત થયું હતું. યુવકને આ વાત સમજાઈ ગઈ અને તે પરોઢિયે બિલ્લી પગે ઘરમાંથી નાસી ગયો હતો. આ છોકરીની કાકાની દીકરી સવારે જાગી ત્યારે તેણે પોતાની બહેનને નગ્ન અવસ્થામાં ખાટલામાં પડેલી જોઈ. તેણે પોતાના માતા-પિતાને જાણ કરી. પોલીસે છોકરીના રહસ્યમયી મોત અંગે તપાસ હાથ ધરી. છોકરીના માતા-પિતા પણ બીજા ગામથી પરત આવી ગયા અને દીકરીનું મોત થવાથી હૈયાફાટ રૂદન કરવા લાગ્યા.
પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે છોકરી સાથે રેપ થયો છે. પ્રારંભિક તપાસમાં રેપ થયો હોવાનું માનીને પોલીસે આરોપીની તપાસ કરી. તપાસમાં ખ્યાલ આવ્યો કે, બાજુના ગામમાં છોકરીનો પ્રેમી રહેતો હતો. પોલીસે બે દિવસની તપાસ બાદ તેને શોધી કાઢ્યો. તેની સામે સગીરાના રેપનો કેસ દાખલ કરીને પૂછપરછ કરી. યુવકે પૂછપરછ દરમિયાન સ્વીકારી લીધું કે, બે દિવસ પહેલાં આખી રાત તેણે છોકરી સાથે સહવાસ માણ્યો હતો.
આખી રાત નિર્વસ્ત્ર રહેવાના કારણે છોકરીનું મોત થયું હતું. છોકરી મરી ગઈ હોવાથી યુવક ગભરાઈ ગયો અને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે છોકરા સામે બળાત્કાર અને પોક્સો ઍક્ટ હેઠળ કલમો લાગુ કરીને તેને જેલ હવાલે કરી દીધો છે. નાજુક અવસ્થામાં ભરવામાં આવેલું અણસમજભર્યું પગલું કેટલું મોટું અને ભયાનક પરિણામ આપી જાય છે તે યુપીની આ સત્ય ઘટના ઉપરથી ખ્યાલ આવે છે. યુવાનીના જોશ અને ઉન્માદમાં ભરેલું એક ખોટું પગલું જીવલેણ પણ બની શકે છે.