Get The App

VIDEO : નિર્માણાધીન મુંબઈ-ગોવા ફોર લેન હાઈવેનો એક ભાગ ધરાશાયી, નાસભાગ મચી

ફ્લાઈટ ઓવર ધરાશાઈ થતા નાસભાગ મચી,

સદનસીબે મોટી જાનહાની ટળી

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
VIDEO : નિર્માણાધીન મુંબઈ-ગોવા ફોર લેન હાઈવેનો એક ભાગ ધરાશાયી, નાસભાગ મચી 1 - image

મુંબઈ, તા.16 ઓક્ટોબર-2023, સોમવાર

મહારાષ્ટ્રના ચિપલૂનમાં મુંબઈ-ગોવા ફોર-લેન હાઈવે પ્રોજેક્ટનો નિર્માણાધીશ ફ્લાઈઓવર ધરાશાઈ થયો છે, જેનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. સૌથી પહેલા ફ્લાઈ ઓવરનો એક ભાગ ધરાશાઈ થયો, ત્યારબાદ હાઈવેનો એક બ્લોક સંપૂર્ણ તૂટીને ધડામ કરી નીચે પડ્યો.

આજે બનેલી આ ઘટનામાં ચિપલુનમાં બની રહેલા મુંબઈ-ગોવા ફોર લેન હાઈવેની કન્ટ્રક્શન સાઈટનો એક થાંભળો ધરાશાઈ થયો છે. ત્યારબાદ ફ્લાઈઓવરનો એક ભાગ ધરાશાઈ થયો છે. જોકે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી. કોંકણ વિસ્તારમાં સૌથી મોટા ફ્લાઈઓવર ધરાશાઈ થતા એક ક્રેન મશીનને નુકસાન થયું છે. આ ક્રેન મશીનથી નિર્માણાધીશ સાઈટ પર કામગીરી થઈ રહી હતી. આ ઘટનાના સીસીટીવી ફુટે સામે આવ્યા છે, જેમાં લોકો પુલ ધરાશાઈ થયા બાદ ભાગતા જોવા મળ્યા છે.

મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ પર 15ના મોત

રવિવારે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી, 15 ઓક્ટોબરે ટ્રક, બસ અને એક ખાનગી કારનો બે જુદા જુદા અકસ્માત સર્જાયા હતા, જેમાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.


Google NewsGoogle News