Get The App

એન્કાઉન્ટરમાં ઠાર થયેલા ગુલામનો મૃતદેહ લેવા પરિવારનો ઈન્કાર : માતા-ભાઈએ કહ્યું ‘UP-STFએ બરાબર કર્યું’

ઠાર થયેલા ગુલામ હસન અંગે માતા અને ભાઈએ કહ્યું ‘તેણે અમારા પરિવારને બદનામ કર્યો’

ભાજપ લઘુમતી સેલના પૂર્વ જિલ્લા પ્રમુખ રાહિલ હસને પણ ભાઈ ગુલામનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો

Updated: Apr 14th, 2023


Google News
Google News
એન્કાઉન્ટરમાં ઠાર થયેલા ગુલામનો મૃતદેહ લેવા પરિવારનો ઈન્કાર : માતા-ભાઈએ કહ્યું ‘UP-STFએ બરાબર કર્યું’ 1 - image

લખનઉ, તા.14 એપ્રિલ-2023, શુક્રવાર

તાજેતરમાં જ અતીક અહેમદના પુત્ર અસદ અહેમદ એન્કાઉન્ટમાં ઠાર થયો હતો, અસદ સાથે ગુલામ હસનને પણ ઠાર કરાયો હતો. ત્યારે ભાજપ લઘુમતી સેલના પૂર્વ જિલ્લા પ્રમુખ રાહિલ હસને ભાઈ ગુલામ હસનનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો છે. ઉમેશ પાલ હત્યાકાંડ બાદ પોલીસે રાહિલ હસનને ઝડપી લીધો હતો અને લગભગ 14 દિવસ સુધી પૂછપરછ કર્યા બાદ છોડી દીધો હતો. એન્કાઉન્ટરમાં ગુલામ હસનની મોત બાદ ભાઈ રાહિસ હસને કહ્યું કે, તેઓ ગુલામનો મૃતદેહ સ્વીકારશે નહીં... તેઓ ગુનાહિત વૃદ્ધિ ધરાવતો વ્યક્તી હતો... તેણે અમારા પરિવારને બદનામ કરવાનું કામ કર્યું છે, તેથી અમે તેનો મૃતદેહ નહીં સ્વીકારીયે...

ગંદા કામ કરનારા લોકો જિંદગીભર યાદ રાખશે : ગુલામની માતા

બીજી તરફ ગુલામ હસનની માતા ખુશનુદાએ કહ્યું કે, ગંદા કામ કરનારા લોકો જિંદગીભર યાદ રાખશે... અમારા મતે (UP-STF ने) ખોટું કર્યું નથી... તમે કોઈની હત્યા કરીને ખોટું કર્યું અને જ્યારે તમારી પર કોઈ આવ્યું તો અમે તેને ખોટું કેવી રીતે કહીએ ? હું મૃતદેહ લઈશ નહીં... તેના પર તેની પત્નીનો હક છે, હું તેને ઈન્કાર ન કરી શકું... હું મારી જવાબદારી લઉં છું કે, અમે તે નહીં લઈએ...

ગુલામ હસનનું ઘર જમીનદોસ્ત

ઉમેશ પાલ હત્યા કેસના આરોપી 5 લાખના ઈનામી શૂટર અસદ અહેમદ અને ગુલામ હસન ઝાંસીમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. ગુલામ હસન એ વ્યક્તિ છે, જે ઉમેશ પાલની હત્યા પહેલા ખરીદીનું નાટક કરીને ઉમેશ પાલના ઘરની નજીક આવેલી ઈલેક્ટ્રોનિક્સની દુકાન પર ઊભો હતો. જેવો જ ઉમેશ પાલ પહોંચે છે, તે તુરંત ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દે છે. તાજેતરમાં ગુલામનું રસુલાબાદ ખાતે આવેલું ઘર પોલીસ અને PDA દ્વારા બુલડોઝરથી જમીનદોસ્ત કરાયું હતું.

ગુલામનો ભાઈ ભાજપનો સભ્ય, અસદની ટીપ આપી

અસદ અને ગુલામના એન્કાઉન્ટરમાં ગુલામના ભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.  ગુલામનો ભાઈ યુપીમાં ભાજપ લઘુમતી મોરચામાં હોદ્દેદાર છે. પોલીસે ગુલામના ભાઈને ભીંસમાં મૂકીને અસદની ટીપ મેળવી હોવાનું કહેવાય છે. પોલીસનું હવે પછીનું ટાર્ગેટ અતિકનો ખાસ માણસ ગુડ્ડુ મુસ્લિમ છે કે જે અજમેરમાં છૂપાયો હોવાનું કહેવાય છે. ગુડ્ડુ પતે તો અતિકની ગેંગ માટે ટકવું મુશ્કેલ...

Tags :