Get The App

યુક્રેન-રશિયા અને ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે ભારતના આ રાજ્યમાં ખાતરનું સંકટ, કૃષિ મંત્રીનો દાવો

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
 Aidal singh kansana


Fertilizer Crisis in Madhya Pradesh: યુક્રેન અને ઈઝરાયેલનું યુદ્ધ હવે મધ્યપ્રદેશને પણ અસર કરી રહ્યું છે. મધ્યપ્રદેશના ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ મંત્રી અદલ સિંહ કંષાનાએ રાજ્યમાં ચાલી રહેલા ખાતર સંકટ અંગે દાવો કર્યો હતો. આ સાથે જ કૃષિ મંત્રીએ ખેડૂતોને નેનો યુરિયા અને નેનો ડીએપીનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી છે.

રાજ્યમાં યુરિયાની કોઈ અછત નથી

મધ્યપ્રદેશના કૃષિ વિકાસ મંત્રી અદલ સિંહ કંષાનાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં યુરિયાની કોઈ અછત નથી. રાજ્ય સરકારે ખરીફમાં ખેડૂતોને યુરિયાનો જરૂરી જથ્થો પૂરો પાડ્યો છે અને રવીમાં પણ ખેડૂતોની જરૂરિયાત મુજબ યુરિયા આપવામાં આવશે.

કૃષિ મંત્રી કંષાનાએ વધુમાં જણાવ્યું હતું કે પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની જરૂર પડે છે. ડીએપી દ્વારા માત્ર નાઈટ્રોજન અને ફોસ્ફરસ જ પૂરા પાડી શકાય છે, જ્યારે એનપીકેના ઉપયોગથી નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય તત્વો પૂરા પાડવામાં આવે છે, આથી ખેડૂતોને ડીએપીની જગ્યાએ એનપીકેનો ઉપયોગ કરવાની સલાહ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી રહી છે.

ખેડૂતોને કોઈ સમસ્યા ન આવે તે માટે કેન્દ્ર સરકારે ડીએપી યુરિયા પર સબસિડી વધારી દીધી છે. યુરિયાની એક થેલીની કિંમત રૂ. 2265 છે. જ્યારે સરકાર ખેડૂતોને રૂ. 266.50ના સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. એ જ રીતે, ડીએપીની એક થેલીની કિંમત રૂ. 2446 છે, જ્યારે સરકાર ખેડૂતોને પ્રતિ થેલી રૂ. 1350ના ભાવે આપે છે.

આ પણ વાંચો: VIDEO : ઘરમાં ઘૂસી બધી બિયર પી ગઈ ગાય, પછી ક્યારેય ન જોયા હોય તેવા દૃશ્યો દેખાયા

યુક્રેન - ઈઝરાયલ યુદ્ધના કારણે ખાતરનું સંકટ 

કૃષિ મંત્રી દાવો કર્યો હતી કે, 'આ વર્ષે આંતરરાષ્ટ્રીય બજારોમાં ડીએપીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવનું કારણ યુક્રેન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ છે. આ સંઘર્ષના કારણે રાજ્યને સ્ટોક જાળવી રાખવામાં તકલીફ પડે છે. તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી યોજના તૈયાર કરવામાં આવી છે.'

આથી કૃષિ મંત્રીએ ખેડૂતોને 'નેનો યુરિયા' અને 'નેનો ડીએપી' નો ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે. ફૂલો આવે તે પહેલાં છંટકાવ કરવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. આ યુરિયા વાપરવા માટે ખેડૂતો પર કોઈ જ દબાણ નથી. પરંતુ કૃષિ મંત્રીનું કહેવું છે કે, સરકાર દ્વારા એ બાબતની ખાતરી કરવામાં આવશે કે આપવામાં આવેલા નેનો યુરિયા  ગુણવત્તાયુક્ત હોય, જ્યાંથી પણ નબળી ગુણવત્તાવાળા યુરિયા, બિયારણ અને જંતુનાશક દવાઓના વેચાણની માહિતી મળશે, તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. તેમજ કાળાબજાર અને નકલી યુરિયાના કિસ્સામાં અમે કાયદેસરની કાર્યવાહી કરીશું અને દોષિતો સામે એફઆઈઆર પણ દાખલ કરીશું.'

યુક્રેન-રશિયા અને ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે ભારતના આ રાજ્યમાં ખાતરનું સંકટ, કૃષિ મંત્રીનો દાવો 2 - image


Google NewsGoogle News