Get The App

કપિરાજના મોત બાદ બેન્ડવાજા સાથે અંતિમ યાત્રા, તેરમામાં 5000 લોકોને ભોજન કરાવાયુ

Updated: Jan 11th, 2022

GS TEAM


Google News
Google News
કપિરાજના મોત બાદ બેન્ડવાજા સાથે અંતિમ યાત્રા, તેરમામાં 5000 લોકોને ભોજન કરાવાયુ 1 - image


ભોપાલ, તા. 11. જાન્યુઆરી. 2022 મંગળવાર

માણસો અને કેટલાક પ્રાણીઓ વચ્ચે ક્યારેક આત્મિયતાનો સેતુ બંધાઈ જતો હોય છે.

મધ્યપ્રદેશના રાજગઢ નામના જિલ્લામાં આ વાતનો ઉદાહરણ આપતી ઘટના બની છે.અહીંયા એક કપિરાજના મોત બાદ બેન્ડ વાજા સાથે ગામના લોકોએ તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

એ પછી તેના અસ્થિનુ  નદીમાં વિસર્જન કરવામાં આવ્યુ હતુ તેમજ ગામમાંથી ફાળો એકઠો કરીને તેનુ તેરમુ પણ રાખવામાં આવ્યુ હતુ.જેમાં બે ડઝન ગામના  5000 લોકોએ ભોજન કર્યુ હતુ.

લોકનુ કહેવુ છે કે, આ કપિરાજ ભગવાન હનુમાનજીનુ સ્વરુપ હતો અને તેના પગલે તેના મોત બાદ તમામ પ્રકારના કર્મકાંડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

લોકોનુ કહેવુ છે કે, 29 ડિસેમ્બરે આ કપિરાજનુ મોત થયુ હતુ.જોકે એ પહેલા લોકોએ તેની સારવાર કરવાનો પ્રયાસ ક્રયો હતો.તેને ડોકટર પાસે લઈ જવાયો હતો અને દવા પણ આપવામાં આવી હતી.જોકે એ પછી પણ તેનુ મોત થતા ગામના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

30 ડિસેમ્બરે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને તેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

Tags :