Get The App

કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી, મમતા બેનરજીના આરોપો પર UIDAIની સ્પષ્ટતા

મમતા બેનરજીએ મોદી સરકાર પર આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાનો આરોપ લગાવ્યો હતો

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી, મમતા બેનરજીના આરોપો પર UIDAIની સ્પષ્ટતા 1 - image


UIDAI's response on Aadhaar Number Cancel Claim : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સરકારી યોજનાઓનો લાભ ન ​​મળે. જો કે,UIDAI દ્વારા આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યા હતા. UIDAIએ મમતા બેનરજીના આરોપોનો જવાબ પણ આપ્યો છે. 

UIDAIએ જવાબ આપ્યો

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ સોમવારે જણાવ્યું હતું કે આધાર ડેટાબેઝ અપડેટ રાખવા માટે આધાર નંબર ધારકોને સમયે-સમયે સૂચનાઓ આપતી હોય છે, પરંતુ કોઈ નંબર રદ કરવામાં આવ્યો નથી. UIDAIનું આ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આરોપો બાદ આવ્યું છે. સીએમ મમતાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દીધા છે જેથી તેઓને વિવિધ સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ મળે નહીં.

આધારનો સૌથી વધુ ઉપયોગ આઈડી કાર્ડ તરીકે થાય છે

નોંધનીય છે કે આધારનો સૌથી વધુ ઉપયોગ આઈડી કાર્ડ તરીકે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ સબસિડી અને વિવિધ સેવાઓ મેળવવા માટે થાય છે. UIDAIએ તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે આધાર ડેટાબેઝની ચોકસાઈ જાળવવા માટે ઓથોરિટી દસ્તાવેજોને અપડેટ કરી રહી છે. UIDAIએ વધુમાં જણાવ્યું છે કે, ડેટાબેઝ અપડેટ કરતી વખતે આધાર નંબર ધારકોને સમયાંતરે સૂચનાઓ આપવામાં આવે છે. આ સંદર્ભમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી. જો કોઈ આધાર નંબર ધારકને આ સંબંધમાં કોઈ ફરિયાદ હોય, તો તેઓ તેમની ફરિયાદ ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/en/contact-support/feedback.html પર મોકલી શકે છે.

કોઈ પણ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી, મમતા બેનરજીના આરોપો પર UIDAIની સ્પષ્ટતા 2 - image


Google NewsGoogle News