Get The App

આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય તો ઉતાવળ રાખજો! સરકારે ફરી ડેડલાઇન લંબાવી

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય તો ઉતાવળ રાખજો! સરકારે ફરી ડેડલાઇન લંબાવી 1 - image

UIDAI extended last date to update Aadhaar card : આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આ વખતે આ તારીખ 6 મહિના માટે લંબાવવામાં આવી છે. એટલે કે લોકો હવે વધુ 6 મહિના માટે મફતમાં આધાર અપડેટ કરી શકશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ આધારની વિગતોને મફતમાં અપડેટ કરવાની તારીખ લંબાવી છે. 

UIDAIએ લંબાવી તારીખ

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI)એ જણાવ્યું હતું કે, આધારને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન, 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. જે અગાઉ 14 ડિસેમ્બર, 2024 એટલે કે આજના દિવસની હતી. આધારને મફતમાં અપડેટ કરવા માટે તમે myAadhaar પોર્ટલની મદદ લઈ શકો છો. પરંતુ જો તમે 14 જૂન, 2025 પહેલાં આધાર અપડેટ નહીં કરો તો તમારે આ દિવસ પછીથી ચાર્જ ચૂકવવો પડી શકે છે.

ઑફલાઇન અપડેટ માટે ફી ચૂકવવી પડશે

આધાર કેન્દ્રો પર ઑફલાઇન અપડેટ માટે ફી ચૂકવવી પડશે. અહીં તમને જણાવી દઈએ કે, આ મફત સેવા ફક્ત myAadhaar પોર્ટલ પર જ આપવામાં આવે છે. UIDAIએ જણાવ્યું હતું કે, 'UIDAIએ લાખો આધાર નંબર ધારકોને લાભ આપવા માટે 14 જૂન, 2025 સુધી મફત ઓનલાઇન દસ્તાવેજ અપલોડ કરવાની સુવિધા લંબાવી દીધી છે. આ મફત સેવા માત્ર MyAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે. UIDAI લોકોને દસ્તાવેજોને અપડેટ રાખવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.'

આધારનું મહત્ત્વ શું છે?

આધાર એ એક નંબર છે. જેની ભારતમાં રહેનારા કોઈપણ નાગરિક માટે નકલ કરી શકાતી નથી. કારણ કે તે તેમની બાયોમેટ્રિક માહિતી સાથે જોડાયેલ છે. આ સિસ્ટમ નકલી ઓળખને ઓળખવામાં અને અટકાવવામાં મદદ કરે છે. જેનાથી ડેટા લીક થવાનું જોખમ ઘટે છે. ડુપ્લિકેટ અને નકલી આધાર નંબરો હટાવીને સરકાર પણ સરકારી યોજનાઓનો લાભ માત્ર પાત્ર લોકોને જ આપે છે. જો કોઈની પાસે નકલી આધાર હોય કે તેની પાસે આધાર ન હોય તો તે અનેક સરકારી લાભોથી વંચિત રહી શકે છે.

મફતમાં આધાર કેવી રીતે અપડેટ કરી શકાય?

- સૌથી પહેલા UIDAIની ઓફિશ્યલ વેબસાઇટ પર જાઓ.

- પછી 'My Aadhaar' પર જાઓ અને 'Update your Aadhaar'ને પસંદ કરો.

- હવે 'Update Aadhaar Details (Online)' પેજ પર જાઓ અને 'Document Update' પર ક્લિક કરો.

- આ પછી તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ત્યાં આપો, પછી 'OTP મોકલો' પર ક્લિક કરો.

- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો OTP અહીં દાખલ કરો.    

- તમે જે અપડેટ કરવા માંગો છો તે વિગતો પસંદ કરો (દા.ત. નામ, સરનામું, જન્મ તારીખ).

- અપડેટ કરેલી માહિતી દાખલ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

- એકવાર વિનંતી કરી દીધા બાદ, તમને તમારા અપડેટની સ્થિતિ જાણવા માટે SMS દ્વારા Update Request Number (URN) પ્રાપ્ત થશે.

આધાર કાર્ડ અપડેટ કરાવવાનું બાકી હોય તો ઉતાવળ રાખજો! સરકારે ફરી ડેડલાઇન લંબાવી 2 - image


Google NewsGoogle News