Get The App

હવે જન્મતારીખ માટે આધાર કાર્ડ માન્ય નહીં! UIDAIએ કર્યો મોટો ફેરફાર, જાણીલો સંપૂર્ણ માહિતી

UIDAIએ નવા સુધારા પછી આધાર કાર્ડને હવે જન્મતારીખ માટે માન્ય નહી રહે

જન્મતારીખના પ્રુફ માટે જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે ફરજીયાત આપવાનું રહેશે

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
હવે જન્મતારીખ માટે આધાર કાર્ડ માન્ય નહીં! UIDAIએ કર્યો મોટો ફેરફાર, જાણીલો સંપૂર્ણ માહિતી 1 - image
Image  UIDAI

તા. 18 ડિસેમ્બર 2023, સોમવાર 

UIDAI Update : દેશભરમાં વ્યક્તિની ઓળખ માટે એક મહત્વના દસ્તાવેજ તરીકે કામ આવતું આધાર કાર્ડ હવે માત્ર ઓળખ સુધી જ સીમિત રહી જશે.  UIDAIએ નવા સુધારા પછી આધાર કાર્ડને હવે જન્મતારીખ માટે માન્ય નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જો તમે આધાર કાર્ડનો ઉપયોગ ક્યાય જન્મ તારીખ માટે કરતા હોવ તો હવે તમારે તેની સાથે જન્મનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આધારકાર્ડની સંસ્થા  UIDAI દ્વારા હાલમાં જ આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સાથે સાથે નવા આધાર કાર્ડ અને આધાર કાર્ડમાં સુધારા બાદ ડાઉનલોડ કર્યા પછી આ સુચના લેખિતમાં પણ આપવામાં આવશે. 

છેતરપિંડી થતી હોવાથી તેને રોકવા માટે કરવામાં આવ્યો ફેરફાર 

UIDAI દ્વારા આ ફેરફાર આધારકાર્ડમાં થતી છેતરપિંડી રોકવા માટે કરવામાં આવ્યો છે. હકીકતમાં આધાર કાર્ડમાં આ ફેરફાર વારંવાર જન્મતારીખમાં સુધારા કરાવીને તારીખ- મહિનો અને વર્ષમાં  ફેરફાર કરાવીને છેતરપિંડી થતી હોવાથી તેને રોકવા માટે કરવામાં આવ્યો છે. 

જન્મતારીખના પ્રુફ માટે જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે ફરજીયાત આપવાનું રહેશે

આ ફેરફાર પછી હવે સ્કુલ, કોલેજમાં પ્રવેશ અથવા પાસપોર્ટ બનાવવા અથવા અન્ય કોઈ કામોમાં આધાર કાર્ડનો ઉપયોગ માત્ર એક ઓળખ પુરતો કરી શકાશે. જન્મતારીખના પ્રુફ માટે જન્મ પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે ફરજીયાત લગાવવાનું રહેશે.

ક્યા લોકોને પડશે મુશ્કેલી

તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં જન્મતારીખ અને નામમાં વારંવાર ફેરફાર કરીને લોકો પેન્શન યોજના, રમત-ગમત સ્પર્ધા, પ્રવેશ સહિત વિવિધ યોજનાઓમાં લાભ લેવા માટે આ પ્રકારની છેતરપિંડી કરતા હતા. જેના પર અંકુશ લગાવવા માટે UIDAI દ્વારા આ પગલાં ભરવામાં આવ્યા છે. UIDAIમાં આ નવા ફેરફારથી સૌથી વધારે તકલીફ એ લોકોને થશે જે લોકો પાસે આધાર સિવાય જન્મતારીખ બતાવવા માટે બીજો કોઈ મહત્વપુર્ણ દસ્તાવેજ નથી.


Google NewsGoogle News