UGC NET Exam: 15 જાન્યુઆરીએ યોજાનારી UGC નેટની પરીક્ષા મોકૂફ
UGC NET Exam-2025 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 15 જાન્યુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા (NET)ને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. મકરસંક્રાંતિ અને પોંગલના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. NTAએ જણાવ્યું કે, થોડા દિવસો બાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.
પરીક્ષા મોકૂફ કેમ રખાઈ ?
NTAએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ‘પોંગલ, મકરસંક્રાંતિ અને અન્ય તહેવારોને કારણે એનટીએએ 15 જાન્યુઆરીએ યોજાનારી યુજીસી-એનઈટી ડિસેમ્બર-2024ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉમેદવારોના હિતમાં માત્ર 15 જાન્યુઆરીએ નિર્ધારિત UGC-NET ડિસેમ્બર-2024ની પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. પીએચડી પ્રોગ્રામ્સમાં પ્રવેશ, જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF)ની ગ્રાન્ટ અને સહાયક પ્રોફેસર તરીકે નિમણૂક માટે 85 વિષયો માટે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં 3 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા લેવામાં આવી રહી છે.
સરહદ પર તણાવ: ભારતે બાંગ્લાદેશ સરકારને આપ્યો જડબાતોડ જવાબ
15મીએ આ વિષયોની પરીક્ષા હતી
15 જાન્યુઆરીએ માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ, સંસ્કૃત, નેપાળી, કાયદો, જાપાનીઝ, મહિલા અભ્યાસ, મલયાલમ, ઉર્દૂ, કોંકણી, ક્રિમિનોલોજી, લોક સાહિત્ય, ઈલેક્ટ્રોનિક સાયન્સ, એન્વાયર્નમેન્ટલ સાયન્સ અને ઈન્ડિયન નોલેજ સિસ્ટમ સહિત 17 વિષયોની પરીક્ષા યોજાવાની હતી, જોકે હાલ આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. થોડા દિવસો બાદ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.
આ રીતે નહીં ચાલે ગઠબંધન: ઉદ્ધવ ઠાકરેનો રાહુલ ગાંધી પર કટાક્ષ, વાજપેયીથી શીખવા સલાહ