Get The App

પેપર લીક વિવાદ વચ્ચે NTAએ UGC NETની નવી તારીખો જાહેર કરી, ઓનલાઈન લેવાશે પરીક્ષા

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
NTA Exam Center

Image : IANS



UGC NET Exam New Dates| પેપર લીક વિવાદ વચ્ચે NTA દ્વારા UGC NET પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઈન લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાલુ આ મહિનાની 18 તારીખે યોજાનાર UGC NET પરીક્ષા પેપર લીકના સંકેતો મળ્યા બાદ શિક્ષણ મંત્રાલયે રદ કરી દીધી હતી.

NTAએ શુક્રવારે મોડી સાંજે પરીક્ષાની તારીખોની સૂચના બહાર પાડી. જેમાં ત્રણ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમાં NCET 2024, જોઈન્ટ CSIR-UGC NET અને UGC NET જૂન 2024 સાયકલ*ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે.

- NCET 2024ની પરીક્ષા 10મી જુલાઈ 2024ના રોજ લેવામાં આવશે.

- જોઈન્ટ CSIR-UGC NET 25 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે યોજાશે.

- યુજીસી નેટ જૂન 2024 સાયકલ 21મી ઓગસ્ટથી 4ઠ્ઠી સપ્ટેમ્બર વચ્ચે હાથ ધરવામાં આવશે.

ફરિયાદ મળ્યા બાદ UGCએ NET પરીક્ષા રદ કરી હતી 

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (એનસીટીએયુ) તરફથી પરીક્ષા અંગેના કેટલાક ઈનપુટ મળ્યા હતા. 18મી જૂને લેવાયેલી ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાનું જણાવાયું હતું. ત્યારપછી  આ પરીક્ષા રદ કરીને ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીઆઈ પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરી રહી છે.

પેપર લીક વિવાદ વચ્ચે NTAએ UGC NETની નવી તારીખો જાહેર કરી, ઓનલાઈન લેવાશે પરીક્ષા 2 - image


Google NewsGoogle News