VIDEO: પરીક્ષા લેવામાં ‘સરકાર નાપાસ’, આખરે શિક્ષણ મંત્રીએ સ્વીકાર્યું- ‘ગરબડ થઈ છે, કાર્યવાહી કરીશું’
UGC-NET Exam 2024 Controversy : મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ (NEET 2024)ની બબાલ વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 18મી જૂને યોજાયેલી UGC-NET પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે આ મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘યુજીસી-નીટમાં ગેરરીતિ થઈ છે. અમે આમાં સંડોવાયેલા કોઈપણ ગુનેગારને છોડીશું નહીં. વિદ્યાર્થીઓનું હિત અમારી પ્રાથમિકતા છે. નીટ પરીક્ષા મામલે અમે બિહાર સરકારમાં સતત સંપર્કમાં છીએ.’
NTAમાં જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે : શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘નીટ પરીક્ષા સંબંધિત પટણાથી કેટલીક માહિતી મળી છે. આ મુદ્દે અમે આજે પણ ચર્ચા કરી છે. પરીક્ષામાં ગેરરીતિના કારણો તપાસ માટે પટણાની પોલીસ ઊંડાણપૂર્વક તપાસમાં લાગી છે. ત્યારબાદ તેઓ ભારત સરકારને રિપોર્ટ મોકલશે. હું વિશ્વાસથી કહું છું કે, નક્કર માહિતી આવ્યા બાદ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. NTAમાં જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
કોઈપણ અફવા ન ફેલાવો : ધર્મેન્દ્ર પ્રધાન
તેમણે કહ્યું કે, ‘પરીક્ષા સંબંધિત કેસમાં કેન્દ્ર સરકાર હાઈલેવલ કમિટીની રચના કરશે. એનટીએ અંગે જે બાબતો સામે આવી છે, તેની પારદર્શિતામાં વધુ સુધારો લાવવાના પ્રયાસો કરવામાં આવશે. અમારી પ્રાથમિકતા ‘ઝીરે એરર’ છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. હું તમામને વિનંતી કરું છું કે, કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવો. રાજકીય દ્રષ્ટિએ ન જુઓ. અમે કોઈપણ સુધારો કરવા માટે તૈયાર છીએ. અમે કોઈપણ ગુનેગારોને છોડીશું નહીં.’
કોઈપણ અફવા ન ફેલાવો : ધર્મેન્દ્ર પ્રધાન
તેમણે કહ્યું કે, ‘પરીક્ષા સંબંધિત કેસમાં કેન્દ્ર સરકાર હાઈલેવલ કમિટીની રચના કરશે. એનટીએ અંગે જે બાબતો સામે આવી છે, તેની પારદર્શિતામાં વધુ સુધારો લાવવાના પ્રયાસો કરવામાં આવશે. અમારી પ્રાથમિકતા ‘ઝીરે એરર’ છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. હું તમામને વિનંતી કરું છું કે, કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવો. રાજકીય દ્રષ્ટિએ ન જુઓ. અમે કોઈપણ સુધારો કરવા માટે તૈયાર છીએ. અમે કોઈપણ ગુનેગારોને છોડીશું નહીં.’
નીટ એક્ઝામ અંગે રાહુલ ગાંધીએ કેન્દ્ર અને મોદી સરકાર પર સાધ્યું નિશાન
આ પહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નીટ એક્ઝામ મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના લોકોએ તમામ શૈક્ષણિક સંસ્થાઓને કેપ્ચર કરીને રાખી છે. જ્યાં સુધી આ સંસ્થાઓને મુક્ત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આવું ચાલતું રહેશે. વડાપ્રધાન મોદી પરીક્ષા લીકની સમસ્યાને રોકી શક્યા નથી. આ મામલે કોઈક તો જવાબદાર છે અને આ માટે કેટલાકની ધરપકડ ધવી જોઈએ. અમે આ મુદ્દાને સંસદમાં ઉઠાવીશું. નીટ અને યુજીસી નેટ પેપર લીક થયું છે. એવું કહેવાય છે કે, નરેન્દ્ર મોદીજીએ રશિયા-યૂક્રેન યુદ્ધ અટકાવ્યું હતું, તેમણે ઈઝરાયેલ-ગાઝાની લડાઈ પણ અટકાવી હતી, જોકે ભારતમાં કેટલાક કારણોસર પેપર લીક થઈ રહ્યા છે, તેને નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી કે પછી અટકાવવા માંગતા નથી. NEETનું પેપર લીક થયું છે. ભાજપે એજ્યુકેશન સિસ્ટમ પર કબજો કર્યો છે. મહેનતુ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. દોષિતો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. દેશના યુવાઓ સાથે રમત રમાઈ રહી છે. અમે નીટ પેપર લીકનો મુદ્દો સંસદમાં ઉઠાવીશું.’
પરીક્ષામાં ગેરરીતિ અંગે CBI કરશે તપાસ : શિક્ષણ મંત્રાલય
ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બે દિવસ પહેલા (18 જૂને) UGC-NETની પરીક્ષા યોજાઈ હતી, જેને બીજા દિવસે એટલે કે 19 જૂને રદ કરવામાં આવી છે. ત્યારે આજે (20 જૂને) શિક્ષણ મંત્રાલયે ફેર પરીક્ષા અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે, યુજીસી-નેટની પરીક્ષા અંગે કોઈપણ ફરિયાદ મળી નથી. આ બાબતમાં સરકારે પોતે ધ્યાન આપી પરીક્ષા રદ કરી દીધી છે. અધિકારીઓએ એવું પણ કહ્યું કે, પરીક્ષાની નવી તારીખો ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
NEET કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ, લાખોના પગાર આપી આઉટસોર્સ સ્ટાફ, પરીક્ષા કેન્દ્રોના કોન્ટ્રાક્ટ!
જલ્દી જ ફરી લેવાશે પરીક્ષા: NET એક્ઝામ રદ કર્યા બાદ શિક્ષણ મંત્રાલયે કહ્યું- CBI કરશે તપાસ
‘PM મોદીએ યુદ્ધ રોકી દીધું પણ પેપર લીક અટકાવી ના શક્યા’, NEET મામલે રાહુલ ગાંધી
18 જૂને UGC-NETની લેવાયેલી પરીક્ષા રદ થઈ
ઉલ્લેખનીય છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે 18મી જૂને દેશના જુદાં જુદાં શહેરોમાં (ઓએમઆર) પેન અને પેપર બંને મોડમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ પરીક્ષાનું પેપર લીક થયાની ફરિયાદ મળી હતી. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળના સાયબર ક્રાઈમ કો ઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટને ચોક્કસ ઈનપૂટ પ્રાપ્ત થયા હતા. તે અનુસાર આ પરીક્ષાનું પેપર લીક થયાનું કન્ફર્મ થયું હતું.
પેપર લીકના ઈનપુટ મળ્યા બાદ પરીક્ષા કરાઈ રદ
આ રીપોર્ટ બાદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ગઈકાલે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે નવેસરથી પરીક્ષા યોજાશે. તેની તારીખ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે. સાથે સાથે પેપર લીક થવાની સમગ્ર ઘટનાની તપાસ પણ સીબીઆઈને સોંપાવમાં આવી છે. એક સત્તાવાર યાદી અનુસાર બિહાર પોલીસની આર્થિક ગુના અપરાધ નિવારણ શાખા પાસેથી સમગ્ર અહેવાલ મેળવવામાં આવી રહ્યો છે. તે મળ્યા બાદ સરકાર આગળની કાર્યવાહી કરશે.
11 લાખથી વધુ ઉમેદવારે ભર્યું હતું NET ફોર્મ
યુજીસી નેટનું ફોર્મ 11 લાખથી વધુ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. તેમાંથી 81 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરના 317 શહેરોમાં આ પરીક્ષા યોજાઈ હતી. 18 જૂને પરીક્ષા થઈ પણ નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ ડિવિઝનને પરીક્ષામાં ગેરરીતિઓની ફરિયાદ મળ્યા પછી તપાસ શરૂ કરી. તપાસમાં માલુમ પડ્યું કે, શિક્ષણ સંસ્થાઓના ઓનલાઈન ચેટ ફોરમ પર યુજીસી નેટના પ્રશ્ન પત્રો અને સોલ્વ્ડ પેપર વિશે વાતચીત ચાલી રહી છે. ત્યાર પછી નેટની પરીક્ષા જ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
દેશમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત્
યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી હોય તેવું પહેલીવાર બન્યું છે. દેશમાં છેલ્લા કેટલાય સમયથી અનેક મહત્વની પરીક્ષાઓના પેપર ફૂટયાં હોય અને પરીક્ષા રદ કરવી પડી હોય તેનો સિલસિલો ચાલી રહ્યો છે. તેમાં હવે યુજીસી નેટનો પણ ઉમેરો થતાં અધ્યાપક બનવા માટે તૈયારી કરતા ઉમેદવારો હતાશ થઈ ગયા છે. કેન્દ્ર સરકારે પરીક્ષા રદ કરવાની સાથે પેપર લીક થવા અંગે સીબીઆઈ તપાસના આદેશો આપ્યા છે.