Get The App

UGC NET 2023: UGC NET પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક જરુરી, ST/SC/OBCને કેટલી મળે છે છુટ

યુજીસી નેટની પરીક્ષા 6 ડિસેમ્બરના રોજ શરુ થશે, જે અલગ અલગ તબક્કામાં 22 ડિસેમ્બર સુધી ચાલશે

યુજીસી નેટની પરીક્ષામાં પાસ થવા માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીને 40 ટકા માર્ક લાવવા અનિવાર્ય છે.

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
UGC NET 2023: UGC NET પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક જરુરી, ST/SC/OBCને કેટલી મળે છે છુટ 1 - image
Image Twitter 

તા. 4 ડિસેમ્બર 2023, સોમવાર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ એટલે NET ની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા સમગ્ર દેશમાં એક સાથે અલગ અલગ કેન્દ્રો પર હોય છે. આ વખતે આ પરીક્ષા આ મહિનામાં યોજાવાની છે. આ ઉપરાંત પરીક્ષામાં બેસવા માટે કેટલીક લાયકાત જરુરી છે. 

UGC NET Exam: કેમ લેવામાં આવે છે નેટની પરીક્ષા

નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ એટલે કે (NET)ની પરીક્ષા એક રીતે યોગ્યતા પરીક્ષા છે, જે ભારતની યુનિવર્સિટી તેમજ કોલેજોમાં સહાયક પ્રોફેસરની સાથે સાથે જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે કરવામાં આવે છે. કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં સંબંધિત વિષયોમાં માસ્ટર ડિગ્રી કરનારા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે. 

UGC NET Exam Date : ક્યારે થશે આ પરીક્ષા

યુજીસી નેટની પરીક્ષા 6 ડિસેમ્બરના રોજ શરુ થશે, જે અલગ અલગ તબક્કામાં 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ સિવાય બીજા તબક્કાની પરીક્ષા જૂનમા યોજાશે, જે 10 જૂનથી શરુ થઈને 21 જૂન 2024 સુધી ચાલશે. દર વર્ષે આ પરીક્ષા વર્ષમાં બે વાર યોજાય છે. 

UGC NET Exam Pattern : ક્યા પેપરમાં કેટલા હોય છે પ્રશ્નો

યુજીસી નેટની પરીક્ષામાં પેપર 1માં કુલ 50 પ્રશ્નો હોય છે, તેમજ પેપર 2માં 100 પ્રશ્નો હોય છે, જેમાથી દરેક સવાલના ર માર્ક હોય છે.  કુલ 150 પ્રશ્નો માટે 300 ગુણ હોય છે. દરેક પ્રશ્નોના જવાબ આપવા માટે બે કલાકનો ટાઈમ હોય છે. 

UGC NET Exam Marks : કેટલા માર્કથી થવાય છે પાસ 

યુજીસી નેટની પરીક્ષામાં પાસ થવા માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીને 40 ટકા માર્ક લાવવા અનિવાર્ય છે. તો ST/SC/OBC ના ઉમેદવારો માટે 35 ટકા માર્ક લાવવા અનિવાર્ય છે. 



Google NewsGoogle News