UGC NET 2023: ખુશખબરી, UGC NET ડિસેમ્બર પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવાઈ, જુઓ જરુરી અપડેટ

હવે ઉમેદવારો 31 ડિસેમ્બર 2023 સુધી રજીસ્ટ્રેશન કરી શકશે

UGC NET ડિસેમ્બર 2023ની પરીક્ષા તા. 6 થી 22 ડિસેમ્બર 2023 સુધી થશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
UGC NET 2023: ખુશખબરી, UGC NET ડિસેમ્બર પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ લંબાવાઈ, જુઓ જરુરી અપડેટ 1 - image
Image Envato 

તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર 

UGC NET 2023 December Registration: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અથવા UGC NET 2023ની ડિસેમ્બર 2023ની આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન કરવા માટે વધુ એક મોકો આપ્યો છે. જે ઉમેદવારોએ હજુ સુધી UGC NETની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન નથી કર્યુ, તેઓ UGC NETની અધિકૃત વેબસાઈટ ugcnet.nta.nic.in પર જઈ પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. 

હવે ઉમેદવારો 31 ડિસેમ્બર 2023 સુધી રજીસ્ટ્રેશન કરી શકશે 

જૂનિયર રિસર્ચ ફેલોશિપ (JRF) અને સહાયક પ્રોફેસરની પાત્રતા માટે ઉમેદવારો હવે 31 ઓક્ટોબર 2023 સુધી UGC NET ડિસેમ્બર 2023 પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે. ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ/નેટ બેકિંગ /યુપીઆઈ દ્વારા પરીક્ષા ફી જમા કરવાની તારીખ 31 ઓક્ટોબર રાત્રિના 11.59 વાગ્યા સુધી ભરી શકશે. તે પછી ફોર્મ કરેક્શનની પ્રક્રિયા 1 થી 3 નવેમ્બર સુધી ચાલશે. 

અરજી કરવા માટે અહીં ક્લિક કરો 

UGC NET ડિસેમ્બર 2023  પરીક્ષાના નોટીફિકેશન માટે અહીં ક્લિક કરો

UGC NET 2023 માટે અરજી ફી

સામાન્ય વર્ગના ઉમેદવારો માટે : 1150 રુપિયા

સામાન્ય EWS/OBC-NCLમાટે :   600 રુપિયા 

SC/ST/PWD/ ટ્રાન્સજેન્ડર માટે : 325 રુપિયા

UGC NET ડિસેમ્બર પરીક્ષા 2023 ક્યારે થશે..

UGC NET ડિસેમ્બર 2023ની પરીક્ષા તા. 6 થી 22 ડિસેમ્બર 2023 સુધી થશે. તેમજ પરીક્ષા કેન્દ્રોની જાહેરાત નવેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે, અને એટમિટ કાર્ડ ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં જાહેર કરાશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટેની લિંક અધિકૃત વેબસાઈટ પર મુકવામાં આવશે.  


Google NewsGoogle News