ભાજપ સામે હું જીતી જવાનો હતો, મારા જ પક્ષના નેતાઓએ આપ્યો દગો: કોંગ્રેસના દિગ્ગજ નેતાનું દર્દ
Udit Raj Allegation : દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટ પર હાર પછી કોંગ્રેસના નેતા ઉદિત રાજે પીડા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાજપના એક સર્વેમાં મારી જીત થશે તેવું સામે આવ્યું હતું, મને મારી જ પાર્ટીએ અંદરખાને નુકસાન પહોંચાડ્યું હતું. ઉદિત રાજે કહ્યું કે, AAP ના ધારાસભ્ય સમજ્યાં હતા કે જ્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપીએ, ત્યારે એવું પણ બની શકે કે આવનાર વિધાનસભા ચૂંટણીમાં AAP ને મત ના પણ આપે.
'હું બહારનો છું', કોંગ્રેસે સોશિયલ મીડિયામાં કેમ્પિંગ ચાલાવ્યાં : ઉદિત રાજ
ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં મારી વિરુદ્ધ 2 મહિનાથી ષડયંત્ર ચાલી રહ્યું હતું. તેવામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હું બહારનો છું એમ કહીને એન્ટી બ્રાહ્મણ અને એન્ટી જાટનાં સોશિયલ મીડિયા પર કેમ્પિંગ ચાલાવ્યાં હતા. દિલ્હીમાં સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે અનેક કોંગ્રેસના નેતા હોવા છતાં ભાજપે કોઈ પ્રકારે તેમનો વિરોધ કર્યો ન હતો, પરંતુ મારી જ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મારા વિરુદ્ધમાં ષડયંત્ર ચલાવ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયું તેનો એક મહિનાથી વધુ સમય વિતિ ગયો છે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનથી ચૂંટણી લડવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીની 4 અને કોંગ્રેસ પાર્ટીની 3 સીટો મળીને કુલ 7 સીટ પર ચૂંટણી યોજાઈ હતી. જે બધી સીટો પર ભાજપની જીત થઈ હતી.
ઈન્ડિયન જસ્ટિસ પાર્ટી અને ભાજપ છોડીને અંતે કોંગ્રેસમાં જોડાયા
ઈન્ડિયન જસ્ટિસ પાર્ટીની સ્થાપના કરનાર ઉદિત રાજ 2014 માં પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જોડાયાં હતા. જેમાં તેઓ 2014 થી 2019 સુધી દિલ્હીની ઉત્તર-પશ્ચિમ સીટ પરથી સાંસદ રહ્યાં હતા. ત્યારબાદ ઉદિતે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થયાં હતા. જેમાં કોંગ્રેસે તેમને 2024 લોકસભા ચૂંટણી માટે દિલ્હીની ઉત્તર-પશ્ચિમ સીટ પર ઊભી રાખ્યાં હતા.
ચૂંટણી પ્રચારમાં APP એ સાથ ના આપ્યો
કોંગ્રેસે દિલ્હીની ઉત્તર પશ્ચિમ સીટ માટે ઉદિત રાજ, જે.પી. અગ્રવાલ અને કનૈયાકુમારને ઊભા રાખ્યાં હતા. જોકે, પરિણામ આવતાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારી હાર થઈ હતી. તેવામાં કોંગ્રેસ દ્વારા ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની બનાવી હતી. બીજી તરફ, ત્રણેય નેતાઓનો હારનો પોટલો આમ આદમી પાર્ટી પર નાખવામાં આવ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે, કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચારમાં APP એ તેમનો સાથે આપ્યો ન હતો. મળતી માહિતી પ્રમાણે, કમિટીએ આ રિપોર્ટ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડકેને આપ્યો હતો.