Get The App

અચાનક તમિલનાડુ સરકારમાં મોટા ફેરફાર, મુખ્યમંત્રી સ્ટાલિનના દીકરા ઉદયનિધિ બન્યા DyCM

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
Udhayanidhi Stalin


Tamil Nadu Deputy CM : તમિલનાડુ સરકારની કેબિનેટમાં મોટા ફેરબદલની માહિતી સામે આવી છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાજ્યપાલને ઉદયનિધિ સ્ટાલિનને નાયબ મુખ્યમંત્રી તરીકે નોમિનેટ કરવાની ભલામણ કરી હતી. જેમાં રાજ્યપાલે આ ભલામણોનો સ્વીકાર કરીને ઉદયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે.

ઉદયનિધિ સ્ટાલિનને નાયબ મુખ્યમંત્રી બનાવાયાં

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને રાજ્યપાલને ઉદયનિધિને નાયબ મુખ્યમંત્રી નોમિનેટ કરવાની ભલામણ સાથે-સાથે વી. સેંથિલ બાલાજી, ડૉ. ગોવી અને આર. રાજેન્દ્રન, થિરુ એસએમ નાસરને કેબિનેટમાં સમાવેશ કરવાની ભલામણ કરી છે. નવા મંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ આવતી કાલે રવિવારે બપોરે 3.30 કલાકે રાજભવન, ચેન્નાઈ ખાતે યોજાશે. જ્યારે તમિલનાડુ સરકારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર મુક્ત થયેલા સેંથિલ બાલાજીને ફરીથી કેબિનેટમાં સામેલ કર્યા છે.



આ પણ વાંચો : દિગ્ગજ મહિલા નેતાએ ચૂંટણી પહેલા વધારી કોંગ્રેસની ચિંતા, કાર્યકર્તાઓ પણ અસમંજસમાં

આ મંત્રીઓને પરિષદમાંથી હટાવવાની ભલામણ પર રાજ્યપાલની મંજૂરી

આ સિવાય સ્ટાલિને દૂધ અને ડેરી વિકાસ મંત્રી ટી. માનો થંગરાજ, લઘુમતી કલ્યાણ અને બિન-નિવાસી તમિલ કલ્યાણ મંત્રી કે. એસ. મસ્થાન અને પ્રવાસન મંત્રી કે. રામચંદ્રનને મંત્રી પરિષદમાંથી હટાવવાની પણ ભલામણ કરવામાં આવી છે. જ્યારે રાજ્યપાલે પણ મુખ્યમંત્રીની આ ભલામણને મંજૂરી આપી દીધી છે.


Google NewsGoogle News