Get The App

છગન ભુજબળ અંગે ઉદ્ધવ ઠાકરેનું ચોંકાવનારું નિવેદન, ફડણવીસ-મહાયુતિ પર પણ સાધ્યું નિશાન

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
છગન ભુજબળ અંગે ઉદ્ધવ ઠાકરેનું ચોંકાવનારું નિવેદન, ફડણવીસ-મહાયુતિ પર પણ સાધ્યું નિશાન 1 - image


Maharashtra:  ચૂંટણી પરિણામ બાદ 10 દિવસ પછી મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યા બાદ મહાયુતિમાં સામેલ અનેક પક્ષોના ધારાસભ્યો પણ નારાજ હોવાના સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ મેમ્બર અજિત પવારે છગન ભુજબળને કેબિનેટમાં સામેલ ન કરવા પર નારાજગી દર્શાવી છે. ત્યાર બાદ મહાગઠબંધનમાં મોટી ઉથલાપાથલ થવાની સંભાવના જોવા મળી રહી છે.

આ પણ વાંચો: નહેરુ-એડવિનાના પત્રોનું ભૂત ફરી ધૂણ્યું, જાણો આઝાદીના 78 વર્ષ પછીયે કેમ છુપાવી રખાયા છે

મહાયુતિમાં મોટા ભંગાણ થવાના સંકેત 

આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મહાયુતિ સરકારના કેબિનેટ વિસ્તરણ પછી એક મોટું નિવેદન આપ્યું છે અને મહાયુતિમાં મોટા ભંગાણ થવાના સંકેત આપ્યો છે.



મને દુ:ખ એ વાતનું છે કે, તમને મંત્રી ન બનાવાયા..

ઉદ્ધવ ઠાકરેએ છગન ભુજબળને મંત્રી ન બનાવવા પર ચોકાવનારુ નિવેદન આપતા કહ્યું કે, 'મને દુ:ખ એ વાતનું છે કે, તમને મંત્રી ન બનાવવામાં આવ્યા. મહાયુતિ સરકારમાં બરોબર નથી થઈ રહ્યું. આટલી જંગી બહુમતી મેળવીને સરકાર બનાવનાર મહાયુતિના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોર્ટફોલિયોનું વિભાજન ન થયું. આ સાથે જ કેબિનેટ વિસ્તરણને લઈને વધારે નારાજગી પર ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: ‘માત્ર ત્રણ કલાક ED-CBI સોંપી દો, તમામને જેલમાં ધકેલી દઈશ’ રાજ્યસભામાં સંજય સિંહના પ્રહાર

તેમને સરકાર ચલાવવા દો, ખબર પડી જશે...

આ સાથે પરંપરા અંગે ટિપ્પણી કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આમ તો એવી પરંપરા રહી છે કે, મુખ્યમંત્રી ગૃહમાં મંત્રીઓનો પરિચય કરાવે છે, પરંતુ જેના પર EDના કેટલાય કેસ છે, એમા મંત્રીઓનો પરિચય પણ મુખ્યમંત્રીએ કરાવવો પડ્યો. સરકાર ચલાવવા પર વાત કરતાં કહ્યું કે, તેમને સરકાર ચલાવવા દો, ખબર પડી જશે. પહેલા તેઓ મારા વિશે જે પણ કહેતા હતા, હવે તે બધુ તેમની સામે આવી રહ્યું છે, હવે તેઓ મહારાષ્ટ્ર સરકાર વિશે શું કહેશે.


Google NewsGoogle News