INDIA ગઠબંધનમાં PM ઉમેદવારની રેસમાં વધુ એક નામ જોડાયું! સંજય રાઉતે આ ચહેરાને ગણાવ્યો રાષ્ટ્રવાદી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
INDIA ગઠબંધનમાં PM ઉમેદવારની રેસમાં વધુ એક નામ જોડાયું! સંજય રાઉતે આ ચહેરાને ગણાવ્યો રાષ્ટ્રવાદી 1 - image


Image Source: Twitter

- 'INDIA' ગઠબંધનના સદસ્યોની જેને મંજૂરી મળશે તે જ PM ચહેરો હશે: સંજય રાઉત

મુંબઈ, તા. 06 ડિસેમ્બર 2023, બુધવાર 

NDAને 2024ની લોકસભા ચૂંટણીમાં પડકાર આપવા માટે બનેલા વિપક્ષી ગઠબંધન 'INDIA'ની આગામી બેઠક ટૂંક સમયમાં યોજાશે. જ્યારથી 26 વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન બન્યુ છે ત્યારથી ભાજપ નિશાન સાધી રહી છે કે, આ ગઠબંધનનો PM ચહેરો કોણ હશે. હવે આ મુદ્દે ઉદ્ધવ બાલ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, PMના ચહેરા પર ચર્ચા કરવામાં આવશે. હકીકતમાં એક ચહેરો હોવો જોઈએ.

તાનાશાહીથી ચાલતું ગઠબંધન નથી

સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. 'INDIA' એક ગઠબંધન છે. તે તાનાશાહીથી ચાલતું ગઠબંધન નથી. પહેલા અટલ જી ના સમયમાં જ્યારે ઈન્ડિયા એટલે કે, ભારત અમે ચલાવતા હતા તો આ વિષય પર ચર્ચા કરવામાં આવતી હતી. હવે કોઈએ સવાલ ઉઠાવ્યો છે તો ચર્ચા થઈ જશે. હકીકતમાં એક ચહેરો હોવો જોઈએ. એમાં કોઈ ખોટો અભિપ્રાય નથી. 

હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી ચહેરો

ઉદ્ધવ ઠાકરેના ચહેરા પર સંજય રાઉતે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે એક હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી ચહેરો છે. પરંતુ અમે બેઠકની બહાર એવી કોઈ વાત નહીં કહીશું કે જેનાથી ગઠબંધનમાં કોઈ તિરાડ પડે. 'INDIA' ગઠબંધનના સદસ્યોની જેને મંજૂરી મળશે તે જ PM ચહેરો હશે.

આગામી બેઠક ક્યારે

તેમણે જણાવ્યું કે, 'INDIA' ગઠબંધનની આગામી બેઠક 16થી 18 ડિસેમ્બરની વચ્ચે યોજાય શકે છે. આ દરમિયાન PMનો ચહેરો સહીત અનેક વાતો પર ચર્ચા થશે.



Google NewsGoogle News