Get The App

‘હું ગુજરાત કે ગુજરાતીઓની ઈર્ષ્યા કરતો નથી, પરંતુ...’ ઉદ્ધવ ઠાકરેએ PM મોદી-શાહ પર સાધ્યું નિશાન

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
Uddhav Thackeray


Uddhav Thackeray On Maharashtra Election : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ દરમિયાન શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રેલી યોજી હતી, જેમાં તેમણે મુંબઈનો દરેક ખૂણો અદાણીને વેચવામાં આવી રહ્યો હોવાનું કહ્યું. આ સાથે ‘હું ગુજરાત કે ગુજરાતીઓની ઈર્ષ્યા કરતો નથી’ તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. 

મુંબઈનો દરેક ખૂણો અદાણીને વેચવામાં આવી રહ્યો છે

ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, મુંબઈનો દરેક ખૂણો અદાણીને વેચવામાં આવી રહ્યો છે. હું જ્યાં પણ પ્રચાર કરી રહ્યો છું, તે કોલ્હાપુર હોય, ચંદ્રપુર હોય કે પાલઘર હોય, દરેક જગ્યાએ પાણી, બંદર અને વીજળી અદાણીને વેચવામાં આવી રહી છે. મરાઠીમાં આપણે સમસ્યાઓને 'આસમાની કી સુલતાની' કહીએ છીએ, હવે આપણે કહેવું પડશે કે સમસ્યાઓ 'સુલતાની કી અદાણી' બની ગઈ છે. આ સાથે 

બહારી લોકોના કારણે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત વર્તાઈ

તેમણે કહ્યું કે, અમે 23 નવેમ્બરે જરૂર જીતીશું, પરંતુ આપણે એ નક્કી કરવું પડશે કે સૌથી જૂઠી સરકાર જીતે નહી. મહારાષ્ટ્રથી આવેલા ભાજપના પ્રચારકોને લઈને ઉદ્વવ ઠાકરેએ પંકજા મુંડેના નિવેદનના વખાણ કર્યાં. જેમાં પંકજાએ કહ્યું હતું કે, રાજ્યના દરેક બૂથ પર ભાજપ તરફથી આશરે 90 હજાર લોકો મહારાષ્ટ્રમાં આવ્યાં છે. જેને લઈને ઉદ્વવે કહ્યું કે, આ બહારી લોકોના કારણે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે, પરંતુ આપણે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે, આ બહારી લોકો આપણા પર નજર રાખવા માટે આવ્યાં છે. જેમાં તેમણે અમારા વિરુદ્ધમાં સેના બોલાવી છે. 

આ પણ વાંચો : ‘મોટા પ્રોજેક્ટો ગુજરાતમાં ટ્રાન્સફર થવાથી મહારાષ્ટ્ર નોકરીઓ છીનવાઈ’ પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર

શિવસેના (UBT) પ્રમુખે કહ્યું કે, મે સાંભળ્યું છે કે રાજનાથ સિંહે દાવો કર્યો છે કે, ડૉ. આંબેડકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન આપ્યો હતો. મને નથી ખબર આ સાચું છે કે નહીં, પરંતુ તેમણે જવાબ આપવો જોઈએ કે, જો તેઓ આંબેડકરનું આટલું જ સમ્માન કરે છે તો તેમણે લઘુમતી આયોગમાં એક પણ બૌદ્ધ સભ્યની નિમણૂક કેમ ન કરી?

આ પણ વાંચો : ‘બટેગેં તો કટેંગે’ના નારા મુદ્દે સંજય રાઉતનું CM યોગી અંગે વિવાદાસ્પદ નિવેદન, ફડણવીસને પર પણ સાધ્યું નિશાન

તેમણે કહ્યું કે, હું ગુજરાત કે ગુજરાતીયો સાથે ઈર્ષ્યા કરતો નથી, તેઓ પણ અમારી સાથે છે, પરંતુ વડાપ્રધાન મોદી અને અમિત શાહ ગુજરાત અને આખા દેશના વિરુદ્ધમાં દિવાલ ઊભી કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ જતા રહેશે, પરંતુ આ દિવાલ બનેલી રહેશે. જે બર્લિનની દીવાલ જેવું હશે, જેને ફરી એકસાથે મૂકવામાં દાયકાઓ લાગશે. આમ જો અમે સત્તામાં આવીશું તો, કેબિનેટમાં સૌથી પહેલો નિર્ણય એ કરીશું કે, અડાનીને આપવામાં આવેલી તમામ જમીન અમે પરત લઈશું. મે MMRDAના MoU અને નીતિ આયોગના નિર્ણયને રદ કરીશું.



Google NewsGoogle News