Get The App

કોંગ્રેસ-NCP તરફથી જાહેર કરાયેલા મુખ્યમંત્રી ઉમેદવારનું સમર્થન કરશે શિવસેના', ઉદ્ધવ ઠાકરેનું મોટું એલાન

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ-NCP તરફથી જાહેર કરાયેલા મુખ્યમંત્રી ઉમેદવારનું સમર્થન કરશે શિવસેના', ઉદ્ધવ ઠાકરેનું મોટું એલાન 1 - image


Maharashtra Vidhan sabha election 2024 : મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, "મહારાષ્ટ્રને બચાવવા માટે શિવસેના એટલે કે (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે/યુબીટી) કોંગ્રેસ અને એનસીપી (શરદ પવાર/એસપી) દ્વારા જેને પણ સીએમ તરીકે જાહેર કરવામાં આવશે તેને સમર્થન આપશે." આ સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધતાં દાવો કર્યો કે, "સરકાર જાહેરાતો દ્વારા મહારાષ્ટ્રમાં ખોટા અને ભ્રામક સમાચારો ફેલાવી રહી છે." 

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે રાજ્યની મુલાકાત લઈને તમામ મતદારોના મંતવ્યો જાણ્યા છે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાની મુદત પૂરી થાય તે પહેલા એટલે કે ડિસેમ્બર મહિના પહેલા પૂર્ણ કરવાની હોય છે. ત્યારે રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. 

મહારાષ્ટ્ર સરકાર નકલી વાર્તાઓ બનાવી રહી છે

મુંબઈમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં પૂર્વ સીએમ ઉદ્ધવે કહ્યું કે, સંભવિત રીતે આવતા મહિને વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર સરકાર જાહેરાતો દ્વારા રાજ્યમાં ખોટી વાર્તાઓ બનાવી રહી છે. તેમણે સરકાર પર વિશ્વાસઘાત કરવા પર દબાણ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

પાત્ર મહિલાઓને 1,500 રૂપિયા અપાશે

ઉદ્ધવે કહ્યું કે, મહાયુતિ સરકાર 'લાડકી બહન ' યોજના દ્વારા જનતાને પોતાના પૈસા આપીને 'મહારાષ્ટ્ર ધર્મ' સાથે વિશ્વાસઘાત કરવા માટે મજબૂર કરી રહી છે. સરકાર પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું કે, આ યોજના હેઠળ રાજ્યમાં લાયક મહિલાઓને 1,500 રૂપિયા આપવામાં આવે છે.

દેશની ત્રીજી સૌથી મોટી વિધાનસભામાં રાજકીય સમીકરણો

મહારાષ્ટ્રમાં આ વખતે રાજકીય હરીફાઈ ઘણી રસપ્રદ બને તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે મહા વિકાસ અઘાડી (MVA) સરકાર લગભગ 25 મહિના પહેલા જૂન 2022માં પડી ગઈ હતી. તે પછી ભાજપ સમર્થિત સરકાર બની હતી. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચેના ભાગલા પછી રાજ્યમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. હાલમાં, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારને 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં 202 ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપ 102 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પાસે 40 ધારાસભ્યો છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના પાસે 18 ધારાસભ્યો છે. 14 અપક્ષ ધારાસભ્યોએ પણ NDA સરકારને સમર્થન આપ્યું છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેની સરકારને અન્ય પાંચ નાના પક્ષોનું પણ સમર્થન છે.



Google NewsGoogle News