હું ભાજપમુક્ત 'રામ' ઈચ્છું છું, ફક્ત 3 મહિના રાહ જુઓ..', પૂર્વ CM અને કદાવર નેતાનું મોટું નિવેદન

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
હું ભાજપમુક્ત 'રામ' ઈચ્છું છું, ફક્ત 3 મહિના રાહ જુઓ..', પૂર્વ CM અને કદાવર નેતાનું મોટું નિવેદન 1 - image


Image Source: Twitter

Uddhav Thackeray: શિવસેના (UBT) ચીફ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ઠાણેમાં પોતાના સમર્થકોને સંબોધિત કરતી વખતે મહિલાઓને લાડકી બહેન યોજનાનો લાભ લેવા વિનંતી કરી અને કહ્યું કે, આ તેમના હકના પૈસા છે પરંતુ તેમણે તેમને પોતાના આત્મસમ્માન સાથે સમાધાન ન કરવાનો આગ્રહ કર્યો. ઉદ્ધવે કહ્યું કે, ફક્ત ત્રણ મહિના રાહ જુઓ હું તેમના કલેક્ટરને આવી જગ્યાએ મોકલીશ, બસ રાહ જુઓ. મુંબઈ ઠાણે મારું છે, કોંકણ મારું છે.

ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે, હું બધા ગુજરાતીઓની વિરુદ્ધ નથી. તેઓએ મારી પાર્ટી, મારું ચૂંટણી ચિન્હ ચોરી લીધું અને હવે મુનગંટીવાર લંડન જઈને વાઘ નખ લઈ આવ્યા. પહેલા તેઓ 15 લાખ આપવાના હતા, 15 લાખનું શું થયું? ભાઈઓ અને બહેનો બોલનાર ક્યાં છે?

તેમણે આગળ કહ્યું કે, બધુ ગુજરાતમાં જાય છે પરંતુ એક મોટો પ્રોજેક્ટ ગુજરાતમાં ગયો છે. શું આપણે ભિખારી છીએ? અમે ભિખારી નથી, તમે અમને 1500 રૂપિયા (લાડકી બહેન યોજના) આપી રહ્યા છો. 1500 રૂપિયાથી શું થાય છે? શું તમે 1500 રૂપિયામાં ઘર ચલાવી શકો છો? તમે 1500 રૂપિયામાં પુસ્તકો પણ નથી ખરીદી શકતા અને ઉપરથી પુસ્તકો પર જીએસટી પણ છે. એક પછી એક તમામ પ્રોજેક્ટ ગુજરાતમાં જઈ રહ્યા છે.

હું ભાજપમુક્ત 'રામ' ઈચ્છું છું........

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અયોધ્યામાં પણ એક આદર્શ કૌભાંડ થયો છે, આ કૌભાંડમાં કોણ સામેલ છે? આપણે મંદિર બનાવવા માટે પોતાનું લોહી આપ્યું, કેમ? શંકરાચાર્ય મારા ઘરે આવ્યા હતા, તેમણે કહ્યું કે હિંદુઓ પીઠમાં છરો ન મારી શકે. કોણ કહી રહ્યું છે કે કેદારનાથ મંદિરમાંથી સોનું ગાયબ છે. બાકીના લોકો જય શ્રી રામ કહેશે અને તેઓ ફક્ત 'કેમ છો' કહેશે, હું ભાજપ મુક્ત રામ ઈચ્છું છું. 

તેમણે આગળ કહ્યું કે, આપણી સાથે મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી બધા છે. મેં પહેલા કહ્યું હતું કે કાં તો તમે રહેશો કાં તો હું રહીશ. હું પર્યાવરણ પ્રેમી છું. મેં સાંભળ્યું છે કે તેઓ નવેમ્બરમાં ચૂંટણી યોજી શકે છે. તેનું કારણ એ છે કે તેઓ ચાર મહિના માટે 1500 રૂપિયા આપી શકે છે. શું તમે મહારાષ્ટ્રને 1500 રૂપિયામાં વેચવા માંગો છો? આ એક યોજના છે, તમારે પૈસા લેવા જોઈએ અને આ તમારા જ પૈસા છે.


Google NewsGoogle News