Get The App

ઉદ્ધવ ઠાકરે ફરી હિન્દુત્વની શરણે! બીએમસી ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓને કર્યું આહ્વાન

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ઉદ્ધવ ઠાકરે ફરી હિન્દુત્વની શરણે! બીએમસી ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓને કર્યું આહ્વાન 1 - image


Maharashtra Hindutva Politics: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હાર બાદ હવે શિવસેના (યુબીટી) ફરી હિન્દુત્વના રસ્તે જઈ રહ્યા છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં બીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન આજે ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'બીએમસી ચૂંટણીમાં હિન્દુત્વના મુદ્દાને જનતાની વચ્ચે લઈ જાવ. શિવસેના હિન્દુત્વ માટે શરૂઆતથી જ લડતી રહી છે, આજે પણ લડી રહી છે અને લડતી રહેશે. વિરોધી પાર્ટીઓ એવો દુષ્પ્રચાર કરી રહી છે કે, અમે હિન્દુત્વનો મુદ્દો મૂકી દીધો છે. હિન્દુત્વના મુદ્દા પર વિરોધીઓને વળતો જવાબ આપો.'

હિન્દુત્વના રસ્તે પરત ફર્યા ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન અન્ય રાજ્યોથી ભાજપ નેતા/કાર્યકર્તા મહારાષ્ટ્રમાં આવે છે અને અહીં કામ કરે છે. આપણે પણ જમીની સ્તર પર જઈને કામ કરવું જોઈએ. બીએમસી પર ભગવો લહેરાવાનો છે, અત્યારથી કામે લાગી જાવ. ઈવીએમનો મુદ્દો છે પરંતુ, તેને આપણે જોઈ લઈશું. તમે સંગઠનને મજબૂત કરવા માટે કામ શરૂ કરો. ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે, તેથી ગેરજવાબદારી ન રાખશો, લોકો પાસે જાવ અને નવી ઉર્જા સાથે કામ કરો. 

આ પણ વાંચોઃ શિંદેને ભાજપે આપી બે ઑફર, પણ તે તૈયાર નથી: કેન્દ્રીય મંત્રીના નિવેદનથી રાજકારણમાં ગરમાવો

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં પાંચ ડિસેમ્બરે મુખ્યમંત્રી પદનું શપથ ગ્રહણનું આયોજન કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહનું આયોજન આઝાદ મેદાનમાં કરવામાં આવશે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં 22 મંત્રાલય ભાજપ પાસે, શિંદે-પવારના ભાગમાં કેટલા આવ્યા, CM પદનું કોકડું યથાવત્

5 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં થશે શપથ ગ્રહણ સમારોહ

શપથ ગ્રહણ સમારોહને લઈને આઝાદ મેદાનમાં ભવ્ય અને ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ કાર્યક્રમ એટલો ભવ્ય હશે કે, તેમાં 40 હજાર લોકો જોડાય તેવી આશંકા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણાં કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. દેશભરના 22 રાજ્યોના મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં સામેલ થશે. આ સિવાય મહારાષ્ટ્રની લાડલી બહેનો, આંગણવાડી સેવિકાઓ અને વિભિન્ન ક્ષેત્રની મહિલાઓને પણ વિશેષ નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન આશરે 2 હજાર વીઆઈપીપાસ રજૂ કરવામાં આવશે અને મહેમાનોના બેસવા માટે 13 વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવેલા બ્લોકમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.


Google NewsGoogle News