Get The App

ઘણાં અધિકારીઓએ બેગની તપાસ કરતા ઉદ્ધવ ઠાકરે ભડક્યાં, કહ્યું- ‘શું તેઓ મોદી-શાહની બેગની તપાસ કરશે?’

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
ઘણાં અધિકારીઓએ બેગની તપાસ કરતા ઉદ્ધવ ઠાકરે ભડક્યાં, કહ્યું- ‘શું તેઓ મોદી-શાહની બેગની તપાસ કરશે?’ 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું 20મી નવેમ્બરે મતદાન યોજાવાનું છે, ત્યારે તે પહેલા તમામ પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર અને એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. આ જ ક્રમમાં શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)નો ઉલ્લેખ કરી સરકારી અધિકારી પર ગંભીર આક્ષેપ કર્યો છે.

‘શું વડાપ્રધાન અને ગૃહમંત્રીની બેગની તપાસ થશે?’

ઉદ્ધવ ઠાકરેએ આજે એક ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન સરકારી અધિકારીઓ દ્વારા તેમના બેગની તપાસ કરવા મામલે તેઓ ભડકી ગયા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે રીતે મારી બેગની તપાસ કરવામાં આવી છે, શું તે રીતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની બેગની પણ તપાસ થશે?

આ પણ વાંચો : ‘રાહુલ ગાંધીનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ કરો’, ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ભાજપની માગથી રાજકીય ગરમાવો

સરકારી અધિકારીઓએ મારી બેગ તપાસી : ઉદ્ધવનો દાવો

ઉદ્ધવ ઠાકરેએ દાવો કર્યો છે કે, હું મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચાર કરવા માટે યવતમાલ પહોંચ્યા હતો, જ્યાં સરકારી અધિકારીઓ દ્વારા મારી બેગની તપાસ કરવામાં આવી. આ દરમિયાન તેમણે કહ્યું કે, શું ચૂંટણી અધિકારી વડાપ્રધાન અને અન્ય વરિષ્ઠ નેતાઓના સામાનની પણ તપાસ કરશે ?

ઠાકરેને યવતમાલના વાનીમાં કડવો અનુભવ થયો

ઠાકરેએ યવતમાલના વાનીમાં શિવસેના યુબીટીના ઉમેદવાર સંજય ડેરકરના સમર્થનમાં યોજાયેલી જનસભામાં સંબોધન કરતી વખતે આ કથિત ઘટનાની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે હું હેલીકોપ્ટરથી વાની પહોંચ્યા, ત્યારે ઘણા સરકારી અધિકારીઓએ મારી બેગ તપાસી. તેમણે જનતાને સંબોધીને પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોને કહ્યું કે, ‘તેઓએ તે અધિકારીઓના ખિસ્સા અને ઓળખ કાર્ડ પણ તપાસવા જોઈએ, જેઓ તેમની તપાસ કરે છે.’

આ પણ વાંચો : વાયનાડમાં રાહુલ ગાંધીનો નવો અંદાજ, બહેન પ્રિયંકા માટે ચૂંટણી પ્રચાર કરી કહ્યું- ‘તમે મારી રાજનીતિ બદલી નાખી’

ઠાકરેએ શિંદે-અજિત-ફડણવીસ પર પણ સાધ્યું નિશાન

તેમણે એમ પણ કહ્યું કે, હું ચૂંટણી અધિકારીઓથી નારાજ નથી. તેઓ તેમની જવાબદારી નિભાવી રહ્યા છે અને હું મારી જવાબદારી નિભાવીશ.’ જે રીતે મારી બેગ તપાસવામાં આવી, તેવી જ રીતે શું વડાપ્રધાન, ગૃહમંત્રી, મુખ્યમંત્રી એકનાથ શિંદે, NCPના વડા અજિત પવાર (Ajit Pawar) અને BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ની બેગની તપાસ ન કરવી જોઈએ ?


Google NewsGoogle News