લિફ્ટની સામે અચાનક થઈ ઉદ્ધવ ઠાકરે અને ફડણવીસની મુલાકાત, બંને વચ્ચેની વાતચીત થઈ ગઈ વાયરલ

અચાનક જ લિફ્ટમાં બંનેની મુલાકાત થઇ

બંને દિગ્ગજ નેતાનો મુલાકાતનો વીડિયો વાઇરલ

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
લિફ્ટની સામે અચાનક થઈ ઉદ્ધવ ઠાકરે અને ફડણવીસની મુલાકાત, બંને વચ્ચેની વાતચીત થઈ ગઈ વાયરલ 1 - image


Uddhav Thackeray Devendra Fadnavis Meeting: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) વચ્ચે થયેલી એક મુલાકાતની તસવીરની ખૂબ ચર્ચા થઈ રહી છે. શિવસેના (UBT)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓની અચાનક જ લિફ્ટમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત થઇ હતી. ઉપરાંત ઉદ્ધવ ઠાકરે એ આ અંગે રમૂજી કરતા કહ્યું કે, તમને એવું લાગતું હશે કે અહીં 'ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે' જેવી કોઇ ઘટના છે પણ આવું કંઇ થવાનું નથી.

બંને દિગ્ગજ નેતાનો મુલાકાતનો વીડિયો વાઇરલ

હકિકતમાં ઘટના એવી છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે અને આ સંબંધમાં તમામ નેતાઓ વિધાનસભા પહોંચ્યા હતા.ત્યારે મુંબઈમાં વિધાનસભા પરિસરમાં થયેલી આ અચાનક મુલાકાત દરમિયાન બંને નેતાઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી અને કંઈક વાત કરતા જોવા મળ્યા હતા.ત્યારે બંને દિગ્ગજ નેતાઓ વચ્ચેની વાર્તાલાપનો વીડિયો સોશિયલ મીડિયામાં પવનવેગે વાઇરલ થઇ રહ્યો છે અને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. 

ચંદ્રકાંત પાટીલે ચોકલેટ આપી હતી

ઉદ્ધવ ઠાકરે આજે ચંદ્રકાંત પાટીલને પણ મળ્યા હતા. પાટીલ વિધાનસભામાં વિપક્ષના નેતા અને શિવસેના (UBT)ના નેતા અંબાદાસ દાનવેના કાર્યાલયે આવ્યા હતા.આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને અનિલ પરબ પણ તેમની કેબિનમાં હાજર હતા અને તમામ નેતાઓ એકબીજાને શુભેચ્છા પાઠવતા અને હસતા અને મજાક કરતા જોવા મળ્યા. આ પ્રસંગે ચંદ્રકાંત પાટીલે વિપક્ષી નેતાઓને ચોકલેટ પણ આપી હતી.

શિવસેના (UBT)અને ભાજપ જૂના સહયોગી

તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને ભાજપ લાંબા સમય સુધી ગઠબંધનમાં હતી. જો કે, હવે રાજ્યમાં સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હાલ ઉદ્ધવ ઠાકરે MVAને સમર્થન આપી રહ્યા છે અને ભાજપ સાથે પોતાનો છેડો ફાડ્યો છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરની લોકસભા ચૂંટણીમાં MVAને મહારાષ્ટ્રમાં મોટી જીત મળી હતી તેમજ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીના ગઠબંધનને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો હતો.


Google NewsGoogle News