Get The App

પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપમાં પૂર્વ સાંસદ પર પડી ગાજ, ઉદ્ધવ સેનાએ સસ્પેન્ડ કરી દીધા

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપમાં પૂર્વ સાંસદ પર પડી ગાજ, ઉદ્ધવ સેનાએ સસ્પેન્ડ કરી દીધા 1 - image


Image: Facebook

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીએ બળવાખોરો પર મોટું એક્શન લીધું છે. પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કારણે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આદેશ પર હિંગોલીથી પૂર્વ સાંસદ સુભાષ વાનખેડેને પાર્ટીથી કાઢી મૂકાયા છે. શિવસેના (યુબીટી) ના કેન્દ્રીય કાર્યાલય તરફથી એક પ્રેસ રિલીઝ જાહેર કરી આ જાણકારી આપવામાં આવી છે. 

ઉદ્ધવ ઠાકરેએ આ પહેલા પણ બળવાખોરો પર કાર્યવાહી કરી છે. ઠાકરેએ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના કારણે પાંચ નેતાઓને કાઢી મૂકાયા હતા. જેમાં ભિવંડીના પૂર્વ ધારાસભ્ય રુપેશ મ્હાત્રે, વિશ્વાસ નાંદેકર, ચંદ્રકાંત ઘુગુલ, સંજય અવારી અને પ્રસાદ ઠાકરે સામેલ છે.

આ સિવાય વાણી વિધાનસભાના જિલ્લા પ્રમુખ વિશ્વાસ નાંદેક, જરી તાલુકા પ્રમુખ ચંદ્રકાંત ઘુગુલ, મારેગાંવ તાલુકા પ્રમુખ સંજય અવારી, યવતમાલ જિલ્લાના વાણી તાલુકા પ્રમુખ પ્રસાદ ઠાકરેને પણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓના કારણે પાર્ટીથી કાઢી મૂકાયા. 

આ પણ વાંચો: 'કોઈ વ્યક્તિ વસ્ત્રથી નહીં વચનથી યોગી બને છે...', અખિલેશ યાદવના CM યોગી પર આડકતરા પ્રહાર

ઉદ્ધવ ઠાકરેએ આપ્યું હતું અલ્ટીમેટમ

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 4 નવેમ્બરે નામ વાપસીનો અંતિમ દિવસ હતો. શિવસેના યુબીટી સહિત એમવીએના અન્ય સહયોગી દળોમાં પણ ઘણા નેતા એવા હતાં જેમણે બળવાખોર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન એમવીએના ઘટક દળોના પ્રમુખ શરદ પવાર (એનસીપી એસપી) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના યુબીટી) એ પોતાના બળવાખોર નેતાઓને અંતિમ તક આપતાં અલ્ટીમેટમ આપ્યુ હતું. 

તેમણે કહ્યું હતું કે જો સમય રહેતાં નામ પાછા ન લેવામાં આવ્યા તો પાર્ટી તરફથી આકરું એક્શન લેવામાં આવશે. આ દરમિયાન ઘણા નેતાઓએ નામ પાછા તો લઈ લીધા હતા પરંતુ ઘણા પોતાના નિર્ણય પર અડગ રહ્યાં. હવે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ આ નેતાઓ પર એક્શન લીધું છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 23 નવેમ્બરે કરવામાં આવે. 


Google NewsGoogle News