'વેચાઈ ગયા છે બધા..', શરદ પવારે એકનાથ શિંદેને ઍવોર્ડ આપ્યો તો ઉદ્ધવ સેનાએ કર્યો કટાક્ષ
Maharashtra Shiv Sena: મહારાષ્ટ્રના રાજકારણમાં હવે ઍવોર્ડને લઈને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીની બે પાર્ટીઓમાં જાણે જંગ શરુ થઈ ગઈ છે. નવી દિલ્હીમાં NCP(SP) ચીફ શરદ પવારના હાથે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળેલા સન્માનથી ઉદ્ધવ ઠાકરે ગ્રૂપે કટાક્ષ કર્યો છે. ઉદ્ધવ સેનાનું કહેવું છે કે, તમામ ઍવોર્ડ વેચાઈ ગયા છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની હાજરીમાં શરદ પવારને એકનાથ શિંદેને મહારાજ શિંદે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે.
શરદ પવાર એકનાથ શિંદેને સન્માનિત કેમ કરે છે?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ગ્રૂપ એ વાતથી નારાજ છે કે, શરદ પવાર તેમની પાર્ટીને તોડનાર એકનાથ શિંદેને સન્માનિત કેમ કરે છે? આ સન્માનને લઈને પૂછવામાં આવેલા પ્રશ્ન પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, આવા ઍવોર્ડનું તો ખરીદ-વેચાણ થાય છે.
વળી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એનસીપી(એસપી)ના પ્રમુખ શરદ પવારના વખાણ કર્યાં છે. શિંદેનું કહેવું છે કે, શરદ પવાર પાસેથી શીખી શકાય કે, રાજકીય ક્ષેત્રની બહાર સારા સંબંધો કેવી રીતે જાળવી શકાય.
હકીકતમાં, એકનાથ શિંદે એડીએનો ભાગ છે અને મહાયુતિ સરકારની પહેલી ટર્મમાં મુખ્યમંત્રી રહ્યા છે અને હવે નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે, શરદ પવાર મહાવિકાસ અઘાડીના નેતા છે. તેમના ગઠબંધનમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના પણ સામેલ છે.
સિંધિયાએ આપી શુભકામના
મંગળવારે (11 ફેબ્રુઆરી) નવી દિલ્હીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદને 'મહારાજ શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઍવોર્ડ એનસીપી(એસપી) ચીફ શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી સિંધિયાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને 'મહારાજ શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર' પ્રાપ્ત કરવાની શુભકામના પાઠવવામાં આવી હતી.
આ ઍવોર્ડ ખરીદી શકાય છેઃ સંજય રાઉત
એકનાથ શિંદેને શરદ પવારના હાથે સન્માનિત કરાયા બાદ શિવસેના(ઉદ્ધવ ઠાકરે)ની પ્રતિક્રિયા સામે આવી છે. પાર્ટી નેતા સંજય રાઉતે પૂછ્યું, આ ઍવોર્ડ કોણે આપ્યો? આ બધાં ઍવોર્ડ તો ખરીદી શકાય છે. આવા ઍવોર્ડ વેચવામાં આવે છે. વળી, શિવસેના(ઉદ્ધવ)ના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું, તેમને ઍવોર્ડ કેમ આપવામાં આવ્યો? શું કારણ છે કે, તેમને ઍવોર્ડ આપવામાં આવ્યો? ખરાબ લાગે જ્યારે શરદ પવારે તેમને સન્માનિત કર્યાં. મહારાષ્ટ્રના ગૌરવ માટે આ સારું નથી. જેણે અમને દગો આપ્યો, તેમનું સન્માન કેમ કરવામાં આવ્યું? કંઈ સમજ નથી પડી રહી.
એકનાથ શિંદેએ કાર્યક્રમમાં શું કહ્યું?
એકનાથ શિંદેએ આગળ કહ્યું કે, 'પવાર ગુગલી પણ ફેંકે છે, જેને સમજવું અઘરું હોય છે. મારા પવાર સાથે સારા સંબંધ છે પરંતુ, તેમણે મને ક્યારેય ગુગલી નથી ફેંકી. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે ભવિષ્યમાં પણ ગુગલી નહીં ફેંકે. પવાર સદાશિવ શિંદેના જમાઈ છે, જે એક સ્પિન બોલર હતા અને પોતાની ગુગલી માટે જાણીતા હતા, જેને સમજવું અઘરું હતું. તેમણે સાર્વજનિક જીવનમાં શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે અને તેમના ગુરુ આનંદ દિઘેને પાઠ ભણાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર સાથે ચટ્ટાનની જેમ ઊભા છે, જેને અઢી વર્ષની નાના સમયગાળામાં વિકાસ કાર્ય સુનિશ્ચિત કર્યા છે. પવાર મહારાષ્ટ્રમાં આટલા ઓછા સમયમાં થયેલા વિકાસ કાર્યોના સાક્ષી છે.
જૂન 2022માં શિંદેએ મહાવિકાસ અઘાડી સરકારમાં બળવો કર્યો અને શિવસેનાના ધારાસભ્યોનું અલગ જૂથ બનાવી લીધું. બાદમાં તે એનડીએનો ભાગ બની ગયા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. આ ઘટનાક્રમ બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ. 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન 21થી 23 ફેબ્રુઆરી સુધી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. સંજય નાહરની અધ્યક્ષતાવાળા સંગઠન સરહદ હેઠળ આયોજિત કાર્યક્રમમાં શરદ પવાર સ્વાગત સમિતિના અધ્યક્ષ છે.