Get The App

ઉદયપુર: સિગારેટ ન આપવા જેવી નજીવી બાબતે મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
ઉદયપુર: સિગારેટ ન આપવા જેવી નજીવી બાબતે મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો 1 - image

Image Source: Freepik

- છરીના ઘા ઝીંકી મિત્રની હત્યા કરી નાખી

ઉદયપુર, તા. 11 ઓક્ટોબર 2023, બુધવાર

રાજસ્થાનના ઉદયપુર શહેરમાંથી મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રાત્રે દારૂ પી રહેલા બે મિત્રો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આ ઝઘડો એટલો વધી ગયો કે, એક મિત્રએ બીજા મિત્ર પર તાબડતોડ છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતા. પરિણામે યુવકનું મોત થઈ ગયુ હતું. જ્યારે આ ઘટનાનું કારણ સામે આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, જ્યારે આરોપી મિત્રએ સામેની વ્યક્તિ પાસેથી સિગારેટ માંગી તો તેણે ના પાડી. આ વાતથી ગુસ્સે થઈને તેણે તેના જમિત્રની હત્યા કરી નાખી. ઘટનાની મોડી રાત્રે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.

શું છે સમગ્ર  મામલો?

આ ઘટના ઉદયપુર શહેરના સૂરજપોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેમાં રાજસમંદના રહેવાસી રોહિત નામના યુવકનું મોત થઈ ગયુ છે. અહીં એક ગલીમાં રોહિત અને તેનો આરોપી મિત્ર બેસીને શરાબ પી રહ્યા હતા. દરમિયાન આરોપી મિત્રએ રોહિત પાસે સિગારેટ માંગી ત્યારે રોહિતે તેને સિગારેટ આપવાની ના પાડી દીધી હતી. આનાથી આરોપી મિત્ર ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. બાદમાં આ ઝઘડો એટલો વધી ગયો કે, આરોપી મિત્રએ ખિસ્સામાંથી છરી કાઢીને રોહિતની છાતી પર તાબડતોડ છરીના ઘા ઝીંકી દીધા. 

આરોપીએ છરીથી પાંચ વખત વાર કર્યા બાદ ત્યાંથી ભાગી ગયો હતો. આસપાસના લોકોને આ અંગે જાણ થતાં જ રોહિતને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયુ હતું.  બીજી તરફ ઘટના સ્થળ પર એએસપી લોકેન્દ્ર દાદરવાલ, ડીએસપી શિપ્રા રાજાવત, પોલીસ સ્ટેશન અધિકારી દલપત સિંહ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું. સૂરજપોલ પોલીસ સ્ટેશન અધિકારી દલપત સિંહે જણાવ્યું કે, બંને શરાબના નશામાં હતા અને પછી આ ઘટના બની છે. પરિવાર દ્વારા રિપોર્ટ આપવામાં આવી છે તે બાદ આરોપીની તલાશ કરવામાં આવી રહી છે. 


Google NewsGoogle News