હવાઈ મુસાફરો માટે ખુશખબર! દેશના તમામ એરપોર્ટ્સ પર મોંઘી ખાણી-પીણીનો મામલે સરકારનો મહત્ત્વનો નિર્ણય
Udaan Yatri Cafe : દેશભરના તમામ એરપોર્ટ્સ પર મોંઘી ખાણી-પીણીનો મામલો ઘણા સમયથી હવાઈ મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. જો કે, હવે તેને લઈને મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાએ આ મુદ્દાને ઉઠાવીને એરપોર્ટ્સ પર મળતી ખાણી-પીણીની મોંઘી વસ્તુઓ મામલો ઉજાગર કર્યો હતો. જ્યારે હવે કેન્દ્ર સરકારે એરપોર્ટ્સ પર સસ્તી કેન્ટીન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
'ઉડાન યાત્રી કેફે' ખોલવામાં આવશે
કેન્દ્ર સરકારે હવે 'ઉડાન યાત્રી કેફે' ખોલવાની યોજના બનાવામાં આવી છે. જેની શરૂઆત કોલકાતા એરપોર્ટથી કરાશે, જ્યાં સસ્તી કિંમતે ખાણી-પીણી ઉપલબ્ધ કરવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ ઘોષણા કરી છે કે, 'ઉડાન યાત્રી કેફે'ની શરૂઆત કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કરવામાં આવશે. આ પ્રકારનો પાયલટ પ્રોજેક્ટને એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના અન્ય એરપોર્ટ્સ પર પણ લાગુ કરવામાં આવશે. આ કેફેમાં પાણીની બોટલ, ચા, કોફી અને નાસ્તો વ્યાજબી ભાવે મળે રહેશે, જેનાથી મુસાફરોને ઘણો લાભ થશે.
રાઘવ ચડ્ઢાએ શું કહ્યું?
સાંસદ રાઘવ ચડ્ઢાએ આ વાત પર ખુશી વ્યક્ત કરીને આ નિર્ણયને સકારાત્મક પગલું ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'અંતે સરકારે સામાન્ય લોકોની હાકલ સાંભળી. ભલેને શરૂઆત કોલકાતા એરપોર્ટથી થઈ, પરંતુ મને આશા છે કે દેશના અન્ય એરપોર્ટ્સ પર આ યોજના લાગુ કરવામાં આવશે. આ પછી હવાઈ મુસાફરી કરનારા આપણા દેશના નાગરિકોને એરપોર્ટ્સ પર પાણી, ચા-કોફી માટે 100-250 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે નહીં. સામાન્ય મુસાફરો માટે આ અસુવિધાજનક છે. સરકારને આ સુનિશ્ચિત કરવું જોઈએ કે મુસાફરોને મહત્તમ કિંમતે યોગ્ય સુવિધા મળે.'
આ પણ વાંચો: સંભલ વિવાદ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- ‘ભાજપ નેતાઓના ઘર ખોદીશું તો...’
રાઘવ ચડ્ઢાએ એરપોર્ટ્સ પર મોંઘી ખાણી-પીણી મુદ્દે સંસદમાં સવાલો ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, 'આપણા એરપોર્ટ્સની હાલત બસ સ્ટેન્ડ કરતા પણ ખરાબ થઈ ગઈ છે. લાંબી કતારો, ભીડ અને અવ્યવસ્થિત વ્યવસ્થાપનને લીધે મુસાફરોને મુસાફરીની શરૂઆતમાં જ નિરાશ મળે છે.' રાઘવ ચડ્ઢાએ સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમની આ પહેલની પ્રશંસા કરી હતી.