Get The App

આ બેંકે ભુલથી ગ્રાહકોના એકાઉન્ટમાં નાખી દીધા 820 કરોડ રૂપિયા, અત્યાર સુધીમાં 79% રિકવર કરાયા

10થી 13 નવેમ્બર દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા બેંકના ગ્રાહકોના એકાઉન્ટમાં રકમ ક્રેડિટ થઈ ગઈ

બેંકે કહ્યું, રૂ.820 કરોડમાંથી 649 કરોડ પરત મેળવી લેવાયા, જ્યારે બાકીના રૂ.171 કરોડ પરત લેવાની કામગીરી ચાલુ

Updated: Nov 16th, 2023


Google NewsGoogle News
આ બેંકે ભુલથી ગ્રાહકોના એકાઉન્ટમાં નાખી દીધા 820 કરોડ રૂપિયા, અત્યાર સુધીમાં 79% રિકવર કરાયા 1 - image

નવી દિલ્હી, તા.16 નવેમ્બર-2023, ગુરુવાર

દેશની સરકારી યુકો બેંક (UCO Bank)ના ગ્રાહકોના એકાઉન્ટમાં નાણાંનો વરસાદ થઈ ગયો છે, જોકે બેંકની ભુલને કારણે લગભગ 820 કરોડ રૂપિયા જમા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બેંકે જણાવ્યું કે, આ રકમ ટેકનિકલ ફોલ્ટ (Technical Fault)ના કારણે ગ્રાહકોના એકાઉન્ટમાં જમા થઈ છે, જેને પરત લેવાની કામગીરી ચાલી રહી છે.

અત્યાર સુધીમાં 820 કરોડમાંથી 79% રકમ પરત આવી

યુકો બેંકે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 649 કરોડ રૂપિયા એટલે કે 79 ટકા રકમ પરત આવી ગઈ છે. બેંકે કહ્યું કે, આ રકમ ઈમિડિએટ પેમેન્ટ સિસ્ટમ (IMPS) દ્વારા બેંકના કેટલાક એકાઉન્ટમાં ભુલથી જમા થઈ ગઈ હતી.

રકમ કેવી રીતે ટ્રાન્સફર થઈ ? બેંક દ્વારા તપાસ શરૂ

યુકો બેંકે આજે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું કે, બેંકે વિવિધ પગલા ભરી રિસીવ એકાઉન્ટોને બ્લોક કરી દીધા છે અને 820 કરોડ રૂપિયામાંથી 649 કરોડ રૂપિયા પરત મેળવી લીધા છે. આમ કુલ રકમમાંથી 79 ટકા રકમ પરત મેળવી લેવાઈ છે. જોકે આમ ટેકનિકલ કારણે થયું છે કે, હેકના કારણે, તેની બેંક તપાસ કરી રહી છે.

રૂ.649 કરોડ રિકવર, 171 કરોડ બાકી

યુકો બેંકે અત્યાર સુધીમાં 649 કરોડ રૂપિયા પરત મેળવી લીધા છે, જ્યારે હાલ બાકીના 171 કરોડ રૂપિયા પરત મેળવવાની કામગીરી કરી રહ્યું છે. દરમિયાન બેંકને ધ્યાને આવ્યું કે, 10થી 13 નવેમ્બર દરમિયાન IMPSમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે કેટલાક ગ્રાહકોના એકાઉન્ટમાં રકમ ક્રેડિટ થઈ ગઈ છે.

IMPS એટલે શું ?

ઉલ્લેખનિય છે કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા IMPS પ્લેટફોર્મનું સંચાલન કરવામાં આવે છે. IMPS એક રિયલ ટાઈમ ઈન્ટરબેંક ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જે કોઈપણ બેંકના હસ્તક્ષેપ વગર નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.


Google NewsGoogle News