Get The App

ચૂંટણીમાં કારમી હાર બાદ આદિત્ય ઠાકરેને સોંપાઈ મોટી જવાબદારી, UBTના ધારાસભ્યોએ આપ્યું સમર્થન

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
Aditya Thackeray


Aditya Thackeray News: મહારાષ્ટ્ર ચૂંટણી બાદ શિવસેના(યુબીટી)ના ધારાસભ્યો વચ્ચે યોજાયેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં તમામ ધારાસભ્યોએ આદિત્ય ઠાકરેને બંને સદનના નેતા બનાવવાનો નિર્ણય લીધો છે. તેમજ ભાસ્કર જાધવને પક્ષના નેતા અને સુનીલને ચીફ વ્હિપ પદે નિમણૂક કરી છે. આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ વર્લી બેઠક પરથી 8000 મતોના માર્જિનથી જીત મેળવી હતી. આદિત્યએ 60606 મત મેળવી હરીફ ઉમેદવાર શિવસેના(શિંદે જૂથ)ના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવડાને હરાવ્યા હતા.

કારમી હાર બાદ પક્ષને એકજૂટ કરવાનો પ્રયાસ

ઉદ્ધવ ઠાકરેએ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યો છે. આ નિરાશાજનક પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે, મને સમજાઈ રહ્યું નથી કે, જે મતદારોએ માત્ર પાંચ મહિના પહેલા લોકસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપના નેતૃત્વના ગઠબંધનને હરાવ્યા હતા, તેમનું મન અચાનક કેવી રીતે બદલાઈ ગયું.

આ પણ વાંચોઃ બિહાર એક નિષ્ફળ રાજ્ય, સુધારવામાં સમય લાગશે..' પેટાચૂંટણીમાં પરાજય પર બોલ્યા પ્રશાંત કિશોર

ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન વધ્યું

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે મોટા લૂઝર રહ્યા હતા. 2019માં 56 બેઠકો હાંસલ કરનારા ઉદ્ધવના પક્ષમાં આ વખતે માંડ 20 બેઠકો આવી છે. આ કારમી હારથી પક્ષનું નામ અને સિમ્બોલ ગુમાવનાર ઉદ્ધવ ઠાકરેએ લોકોનો વિશ્વાસ પણ ગુમાવ્યો હોવાનો સંકેત આપે છે. એકનાથ શિંદેના નિવેદનથી ઉદ્ધવ અને તેમનો પક્ષ ટેન્શનમાં છે. શિંદેએ નિવેદન આપ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેના ઘણા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, અને તે અમારી સાથે જોડાવા માગે છે.

ચૂંટણીમાં કારમી હાર બાદ આદિત્ય ઠાકરેને સોંપાઈ મોટી જવાબદારી, UBTના ધારાસભ્યોએ આપ્યું સમર્થન 2 - image


Google NewsGoogle News