Get The App

અબુધાબીમાં BAPS મંદિરના દર્શન કરી કોંગ્રેસના પૂર્વ નેતાએ વડાપ્રધાનના કર્યા વખાણ, કહ્યું- ‘આ છે મોદીનો ચમત્કાર’

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
અબુધાબીમાં BAPS મંદિરના દર્શન કરી કોંગ્રેસના પૂર્વ નેતાએ વડાપ્રધાનના કર્યા વખાણ, કહ્યું- ‘આ છે મોદીનો ચમત્કાર’ 1 - image


BAPS Hindu Temple in Abu Dhabi : કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે (Acharya Pramod Krishnam) મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)નાં અબુધાબીમાં બનેલા પ્રથમ બીએપીએસ હિન્દુ મંદિરના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી. યુએઈ એક ઇસ્લામિક દેશ છે. ઈસ્લામિક દેશમાં આટલા મોટા મંદિરનું નિર્માણ અનોખું છે.

અબુધાબીમાં BAPS મંદિરના દર્શન કરી કોંગ્રેસના પૂર્વ નેતાએ વડાપ્રધાનના કર્યા વખાણ, કહ્યું- ‘આ છે મોદીનો ચમત્કાર’ 2 - image

કોંગ્રેસના પૂર્વ નેતાએ વડાપ્રધાનના કર્યા વખાણ

તેમણે વડાપ્રધાનના ભરપુર વખાણ કરી કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ભારતના સ્વાભિમાનની ગાથા ફેલાવી છે અને સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. દેશમાં આજ સુધી અનેક વડાપ્રધાનો બન્યા, પરંતુ નરેન્દ્ર મોદીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘તે જ ભારતમાં વિપક્ષી નેતાઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો બોલી રહ્યા છે. તેઓ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે અને તેમના ફેડ વીડિયો શેર કરી રહ્યા છે.’

અબુધાબીમાં ફેબ્રુઆરીમાં હિન્દુ મંદિરનું કરાયું હતું ઉદઘાટન

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે 14 ફેબ્રુઆરીએ અબુધાબી, સંયુક્ત આરબ અમીરાત (UAE)માં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંદિરમાં ગંગા અને યમુનાના પવિત્ર જળ, રાજસ્થાનના ગુલાબી રેત પથ્થર અને લાકડાના ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના ઉદ્ઘાટન સમયે મંદિરમાં ભારતથી લાવવામાં આવેલા ગંગા અને યમુનાના પવિત્ર જળનો છંટકાવ કરાયો હતો. BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર કુલ 27 એકર જમીનમાં બનેલું છે. મંદિરનું નિર્માણ 2019 માં શરુ કરવામાં આવ્યું હતું. જેમાં માટે યુએઈ સરકારે જમીન આપી હતી. 


Google NewsGoogle News