Get The App

ટનલમાં ટ્રેનની બ્રેક ફેલ થતા શ્રમિકના થઈ ગયા છ ટુકડા: નિર્માણાધીન મેટ્રોમાં દુર્ઘટના, બેના મોત

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ટનલમાં ટ્રેનની બ્રેક ફેલ થતા શ્રમિકના થઈ ગયા છ ટુકડા: નિર્માણાધીન મેટ્રોમાં દુર્ઘટના, બેના મોત 1 - image

Metro Tunnel Accident In Bihar: બિહારના પટનામાં નિર્માણાધીન મેટ્રો ટનલમાં સોમવારે (28મી ઓક્ટોબર) રાત્રે એક દુર્ઘટના સર્જાય હતી. આ ટનલના નિર્માણ દરમિયાન કાટમાળ કાઢવાના મશીનની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેમાં બે શ્રમિકના મોત થયા હતા અને અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હાતા. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. દુર્ઘટના સમયે અશોક રાજપથ પર NIT ટર્ન નજીક અકસ્માત સર્જોય હતો. જ્યા 25 શ્રમિકો ટનલમાં કામ કરી રહ્યા હતા.

અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા હતા અને ઘણાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે એક શ્રમિકના શરીરના છ ટુકડા થઈ ગયા હતા. કાટમાળ હટાવવા માટે ટનલની અંદર વપરાતી હાઇડ્રોલિક લિફ્ટ મશીનની બ્રેક ફેલ થતા શ્રમિકોએ જીવ ગુમાવ્યો હતો.

નિર્માણાધીન મેટ્રો ટનલમાં શું થયું?

પટનામાં મેટ્રો ચલાવવા માટે એક ટનલ ખોદવામાં આવી રહી હતી. ટનલ ખોદતી વખતે જે કાટમાળ બહાર કાઢવા માટે તેની અંદર હાઇડ્રોલિક લોકો ટ્રેન ચલાવવામાં આવે છે. આ મશીનના એન્જિનની બ્રેક ફેલ થઈ ગઈ અને તે શ્રમિકો પર ફરી વળી હતી. આ દુર્ઘટના સમયે ટનલની અંદર લગભગ 25 શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં બેના મોત થયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકો પાયલોટનું પણ મોત થયું છે, તે ઓડિશાનો રહેવાસી હતો.

આ પણ વાંચો: ભાજપની નારાજગી છતાં મહારાષ્ટ્રના આ નેતાએ ધાર્યું કરી બતાવ્યું, અજિત પવારે લીધો મોટો નિર્ણય


અકસ્માત પર બિહારના મંત્રીએ શું કહ્યું?

પટનામાં મેટ્રો ટનલના નિર્માણ દરમિયાન થયેલી દુર્ઘટના અંગે બિહારના મંત્રી નીતિન નવીને જણાવ્યું હતુ કે, 'અમને બે લોકોના મોત અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે. તેમની સારવાર ચાલી રહી છે. અમે પટના ડીએમ અને પટના મેટ્રો પ્રશાસનને તપાસ કરીને રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

ટનલમાં ટ્રેનની બ્રેક ફેલ થતા શ્રમિકના થઈ ગયા છ ટુકડા: નિર્માણાધીન મેટ્રોમાં દુર્ઘટના, બેના મોત 2 - image



Google NewsGoogle News