એન્જિનિયરિંગ ભણતાં બે વિદ્યાર્થીઓના ગમખ્વાર અકસ્માતમાં મોત, અહીંથી આવ્યા દુઃખદ સમાચાર

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News

એન્જિનિયરિંગ ભણતાં બે વિદ્યાર્થીઓના ગમખ્વાર અકસ્માતમાં મોત, અહીંથી આવ્યા દુઃખદ સમાચાર 1 - image
Image Twitter 


Bangluru Mysore Accident News | બેંગ્લુરુ-મૈસુરુ હાઈવે પર શુક્રવારે રાતે એક ગંભીર અકસ્માત સર્જાયો. અહીં કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ ભીષણ અકસ્માતમાં એન્જિનિયરિંગ ભણતાં બે વિદ્યાર્થીઓના મૃત્યુ થતાં તેમના પરિજનો શોકમાં ગરકાવ થયા.


વિદ્યાર્થીઓની ઓળખ જાહેર કરાઈ  
માહિતી અનુસાર મૃત્યુ પામનારા બે વિદ્યાર્થીઓની ઓળખ વિશ્વા અને સૂર્યા તરીકે થઇ હતી. રામનગર પોલીસે જાણકારી આપી કે બંને વિદ્યાર્થીઓ મૈસુરુથી પાછા ઘરે આવી રહ્યા હતા. આ દુર્ઘટના શુક્રવારે મોડી રાતે રાતે 12:30 વાગ્યે થઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.


Google NewsGoogle News