કોટામાં એક જ દિવસમાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી
અમદાવાદની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો
આ મહિનાની છઠ્ઠી દુર્ઘટના, 2024માં 17 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી
રિપોર્ટ મુજબ, પરાગ નામના વિદ્યાર્થીનો મૃતદેહ મહાવીર નગર વિસ્તારમાં તેના ઘરમાંથી મળી આવ્યો હતો. આ દુર્ઘટનાના કલાકો પહેલા અમદાવાદની વિદ્યાર્થીની અફશા શેખનો મૃતદેહ જવાહર નગર વિસ્તારમાં હોસ્ટેલ રૂમની છત પર લટકતો મળી આવ્યો હતો. અફશા નીટ પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. પોલીસે જણાવ્યું કે, બંને કેસમાં પોસ્ટમોર્ટમનો આદેશ આપવામાં આવ્યો છે અને પરિવારોને જાણ કરવામાં આવી છે. આ મહિના ચાર અન્ય વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સા નોંધાયા છે. જેમાં, ૭ જાન્યુઆરીને આઈઆઈટી-જેઈઈની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા ૧૯ વર્ષના નીરજનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાના ચોવીસ કલાક પછી ૨૦ વર્ષના મનન શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. ગત વર્ષે કોટામાંથી ૧૭ વિદ્યાર્થીઓની આત્મહત્યા નોંધાઈ હતી.