Get The App

ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત

Updated: Apr 1st, 2025


Google News
Google News
ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત 1 - image


Goods Trains Collide In Jharkhand: ઝારખંડના સાહિબગંજમાં મંગળવારે (પહેલી એપ્રિલ) ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બરહેટ એમજીઆર લાઇન પર બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર CISF જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. માલગાડીઓ વચ્ચે ટક્કરને કારણે, તેમાં ભરેલા કોલસામાં આગ લાગી ગઈ. ઘણી ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?

અહેવાલો અનુસાર, સાહિબગંજમાં આ દુર્ઘટના મંગળવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ સર્જાય છે. ફરક્કાથી આવતી ખાલી માલગાડી બરહેટ એમટી પર ઉભી હતી ત્યારે લાલમટિયા તરફ જતી કોલસા ભરેલી થ્રુપાસ માલગાડીએ તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કોલસા ભરેલી માલગાડીમાં આગ લાગી હતી અને ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત 2 - image

આ અકસ્માતમાં લોકો પાયલોટ સહિત બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર CISF જવાન ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર બરહાટ સદર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના બાદ, વહીવટી ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.

ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત 3 - image

Tags :